Site icon Revoi.in

પાર્લર જતા લાગે છે કોરોનાનો ડર ? તો ઘર બેઠા કરો આ ઓષધીનો ઉપયોગ

Social Share

કોરોનાવાયરસની મહામારી હાલ દેશમાં એ રીતે ફેલાઈ છે કે દરેક બાબતે લોકોને ડર લાગી રહ્યો છે. લોકો ઘરના કામ હોય કે અંગત કામ હોય તો પણ તેમને બહાર નીકળતા ડર લાગી રહ્યો છે.

આ સમયમાં સ્ત્રીઓને પણ પાર્લરમાં જતા ડર લાગે છે. હવે આ સમસ્યાનું નિરાકરણ આવી ગયુ છે. જો સ્ત્રીઓ દ્વારા ઘરે રહીને આ પ્રકારને મધનો આ રીતે ઉપયોગ કરવામાં આવે તો પાર્લર જવાની જરૂર નહી પડે. એક ચમચી મધમાં એક ચપટી હળદર અને તજ પાઉડર મિક્સ કરી અઠવાડિયામાં બે વખત ચહેરા પર લગાવો.આ ઉપાયથી રંગ નીખરશે અને ખીલ પણ મટી જશે. ચહેરા ચહેરાની ચમક વધશે. જો મધને ચહેરા પર લગાવવાનો સમય ન હોય તો એક ચમચી મધને નહાવાના પાણીમાં મિક્સ કરી લો. તેનાથી સ્કિન હેલ્ધી રહે છે.

મધનો અન્ય રીતે પણ ઉપયોગ કરી શકાય છે. જો મધને કાકડીના રસમાં મિક્સ કરીને લગાવવાથી હાથ-પગની કાળાશ દૂર થાય છે તથા લીંબુના રસમાં મિક્સ કરીને લગાવવાથી ડાઘ દૂર થાય છે. સવારે પણ મોર્નિંગ માસ્ક તરીકે તમે સ્કિન પર મધ લગાવી 15 મિનિટ રાખો અને પછી ધોઈ લો. આનાથી સ્કિન પર ગ્લો આવશે. મધમાં બેકિંગ સોડા મિક્સ કરીને લગાવવાથી તે બેસ્ટ એક્સફોલિએટર તરીકે કામ કરે છે. મધમાં કોકોનટ ઓઈલ કે ઓલિવ ઓઈલ મિક્સ કરીને લગાવવાથી સ્કિન પરના ડાઘ દૂર થાય છે.

જે લોકોને એલર્જીની તકલીફ હોય, તેમણે પહેલાં મધને હાથ પર લગાવીને ટેસ્ટ કરવો. જો ત્રીસ મિનિટ સુધી કોઈ ઈન્ફેક્શન ન થાય તો તે પછી જ ચહેરા પર લગાવવું