Site icon Revoi.in

સુશાંતસિંહ રાજપૂતની પ્રથમ પુણ્યતિથિ, હત્યા કે આત્મહત્યા તે વાતથી ફેંસ હજુ પણ અજાણ

Social Share

મુંબઈ : સુશાંત સિંહ રાજપૂતનાં નિધનને એક વર્ષ થઈ ગયું છે.બોલિવુડના ઉભરતા સ્ટાર્સમાંના એક સુશાંત સિંહ રાજપૂતનું 14 જૂન 2020 માં અવસાન થયું હતું. તે 34 વર્ષનો હતો અને બોલિવુડમાં પગ મુક્યો હતો. સુશાંતના નિધન પછી કહેવામાં આવ્યું હતું કે, તે ડિપ્રેશનનો શિકાર હતો. સુશાંતના મૃત્યુનું કારણ ગમે તે હોય, તેના ચાહકો અને નજીકના મિત્રો તેમને ખૂબ જ સમજદાર વ્યક્તિ તરીકે ઓળખતા હતા.

સુશાંત સિંહ રાજપૂત અભિનયમાં કુશળ કલાકાર હતો, જ્યારે તે અભ્યાસમાં પણ હોશિયાર હતો. મધ્યમ પરિવારમાંથી આવનાર સુશાંતે અખિલ ભારતીય એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષામાં 7 મો ક્રમ મેળવ્યો હતો.

એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષામાં 7 મો ક્રમ મેળવ્યા પછી તેણે દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં પ્રવેશ લીધો. જે પછી તેણે એન્જિનિયરિંગનો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો. પછી તે ગ્લેમરની દુનિયામાં આગળ વધવા લાગ્યો.

સુશાંતે એક ટીવી શોમાં તેની કોલેજ લાઈફ વિશે વાત કરતા કહ્યું હતું કે, “જ્યારે હું ડીસીઇમાં ભણતો હતો, ત્યારે હું મારી કોલેજમાં એક સારા વિદ્યાર્થી તરીકે જાણીતો હતો, પરંતુ મને પ્રથમ સેમેસ્ટરમાં હોસ્ટેલની બહાર કાઢી મુક્યો હતો.”

પટનામાં ઉછરેલા સુશાંત સિંહ રાજપૂતે શહેરની સેંટ કેરન હાઇસ્કૂલ અને નવી દિલ્હીની હંસરાજ મોડેલ સ્કૂલમાંથી સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું હતું. 12 માં ધોરણ પછી તે એન્જિનિયરિંગ લાઈનમાં ગયો. એન્જિનિયરિંગ દરમિયાન તેણે ગ્લેમરની દુનિયામાં પોતાનું સ્થાન બનાવવા માટે તેને ડાન્સથી શરૂઆત કરી હતી.

વર્ષ 2008 માં બાલાજી ટેલિફિલ્મ્સની ટીમે તેમને કિસ દેશ મેં હૈ મેરા દિલ માટે પસંદ કર્યો અને ત્યારબાદ સુશાંતની નવી સફર શરૂ થઈ. આ પછી તે પવિત્ર રિશ્તા સીરિયલમાં જોવા મળ્યો હતો. આ સીરિયલ છોડ્યા બાદ તેણે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું.

સુશાંતે તેની ફિલ્મ કારકીર્દિની શરૂઆત ‘કાઇ પો છે’ ફિલ્મથી કરી હતી. જો કે, ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની બાયોપિક ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’માં મુખ્ય ભૂમિકા ભજવીને તેને સૌથી વધુ ખ્યાતિ મળી હતી.