Site icon Revoi.in

કોરોના સામે લડાઈઃ અમદાવાદમાં હવે લોકો રશિયાની સ્પુતનિક રસી મેળવી શકશે

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાને ડામવા માટે રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. ગુજરાતમાં દરરોજ સરેરાશ 2 લાખથી વધારે લોકોને રસી આપવામાં આવી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં પુખ્તવયના 50 ટકાથી વધારે લોકોને રસીકરણથી સુરક્ષિત કરવામાં આવ્યાં છે. દરમિયાન હવે અમદાવાદવાસીઓ રશિયાની સ્પુતનિકની રસી પણ મેળવી શકશે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની એક જાણીતી હોસ્પિટલમાં આ રસીનો જથ્થો પહોંચ્યો છે. આ રસી લેવા માટે શહેરીજનોએ રૂ. 1145 ચુકવવા પડશે. એટલું જ નહીં અન્ય રસીની જેમ આ વેક્સિનના પણ બે ડોઝ લેવા પડશે. આ રસીના બે ડોઝ 21 દિવસના સમયગાળામાં આપવામાં આવશે. આમ હવે અમદાવાદીઓ પણ સ્પુતનિકની રસી મેળવી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની સામે વેક્સિન જ એકમાત્ર રામબાણ છે. જેથી કોરોનાની ત્રીજી લહેર પહેલા ગુજરાતની મોટા ભાગની જનતાને કોરોનાની રસીથી સુરક્ષિત કરવાનું સીએમ રૂપાણી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તેમજ લોકોને સરળતાથી કોવિડ-19ની વેક્સિન મળી રહે તેવુ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં સરકારી હોસ્પિટલો સહિત લગભગ 2500થી વધુ સેન્ટર ઉપર કોરોનાની રસી આપવામાં આવે છે.

Exit mobile version