Site icon Revoi.in

ફિલ્મ અભિનેત્રી કંગનાએ પ્રથમવાર મતદાનને લઈને પોતાની યાદ તાજી કરી

Social Share

મુંબઈઃ દેશમાં હાલ ધીમે ધીમે ચૂંટણીનો માહોલ ઉભો થઈ રહ્યો છે. લોકોને તેમના મતાધિકાર અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. દરમિયાન ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલા યુવાનો માટે ‘દેશ માટે મારો પ્રથમ મત’ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન અભિનેત્રી કંગના રનૌતે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ અભિયાનનો ઉલ્લેખ કર્યો છે. અભિનેત્રીએ પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોને પણ પ્રોત્સાહિત કર્યા હતા.

ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતી વખતે કંગનાએ પહેલીવાર વોટ કરવા જઈ રહેલા યુવાનોને એક સંદેશ આપ્યો છે. તેમણે પોતાનો પહેલો મતદાનનો અનુભવ પણ તેના ચાહકો સાથે શેર કર્યો છે. કંગનાએ લખ્યું છે, ‘ઊઠો અને ચમકો, પહેલીવાર મતદારો, આ ક્ષણ તમારી છે’! કંગના રનૌતે આગળ લખ્યું, ‘મને બહુ સ્પષ્ટ રીતે યાદ છે, જ્યારે મેં પહેલી વાર વોટ કર્યો હતો. હું ખૂબ જ ઉત્સાહિત હતી અને એ જ ઉત્સાહ સાથે હું મારા વારાની રાહ જોતી કતારમાં ઊભી રહ્યી હતી. આ પછી વોટિંગ માટે રૂમમાં પ્રવેશી હતી. આ મારા માટે ખૂબ જ રોમાંચક અનુભવ હતો. તે એક અદ્ભુત ક્ષણ હતી. આ સાથે કંગનાએ હેશટેગમાં લખ્યું છે કે, મારો પહેલો મત દેશ માટે છે.

કંગનાએ વોટર રજિસ્ટ્રેશન પોર્ટલની લિંક પણ શેર કરી છે. અભિનેત્રીની આ પોસ્ટ પર યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘સનાતની શેરની! તમારા શબ્દો હંમેશા શક્તિશાળી હોય છે. અન્ય એક યુઝરે લખ્યું, ‘તમારા દરેક ફેન્સને તમારા પર ગર્વ છે. અન્ય એક યુઝરે લખ્યું, ‘જય હિંદ જય ભારત, તમારા શબ્દો યાદ રહેશે’. ફિલ્મ અત્રિનેત્રીની આગામી ફિલ્મ ઈમરજન્સીની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ ફિલ્મમાં કંગના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ દેશમાં લાદવામાં આવેલી ઈમરજન્સી પર આધારિત છે. આ ફિલ્મ આ વર્ષે જૂનમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. કંગનાએ આ ફિલ્મનું નિર્દેશન પણ કર્યું છે.