Site icon Revoi.in

નાણામંત્રી નિર્મલા સીતારમણ અમેરિકા પહોંચ્યા – વર્લ્ડ બેંકની બેઠકમાં લેશે ભાગ

Social Share

દિલ્હીઃ- દેશના નાણાપ્રધાન નિર્મલા સીતારમણ એક અઠવાડિયાની મુલાકાતે વિતેલા દિવસને  રવિવારે અમેરિકા પહોંચ્યા હતા. વોશિંગ્ટનમાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

જાણકારી પ્રમાણે નિર્મલા સીતારમણ વિશ્વ બેંકની 2023ની વસંત બેઠકમાં ભાગ લેશે. આ સાથે તે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની બેઠકમાં પણ ભાગ લેશે. તે G20 સંબંધિત ઘણી વધુ બેઠકોમાં ભાગ લેશે.આ બેઠકમાં G20 સભ્ય દેશો, 13 આમંત્રિત દેશો અને વિવિધ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સંગઠનોના લગભગ 350 પ્રતિનિધિઓ ભાગ લેશે.

આ સહીત આ બેઠકમાં ખાદ્ય અને ઉર્જા અસુરક્ષા, વૈશ્વિક ઋણ વ્યવસ્થાપન, બહુપક્ષીય વિકાસ બેંકોને મજબૂત કરવા, પર્યાવરણ બચાવવા નાણાં એકત્ર કરવા અને આંતરરાષ્ટ્રીય કર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

વધુ વિગત પ્રમાણે નિર્મલા સીતારમણ વિશ્વભરના નાણા મંત્રીઓ અને કેન્દ્રીય બેંકરો સાથેની બેઠકોમાં ભાગ લેશે. આ બેઠક આજે વોશિંગ્ટનમાં IMF હેડક્વાર્ટરમાં યોજાનાર  છે. G20 નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરો, FMCBG 12 એપ્રિલના રોડ મુલાકાત કરશે. સીતારમણ અને ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ સંયુક્ત રીતે તેની અધ્યક્ષતા કરવા જઈ રહ્યા છે.

આ યોજાનારી બેઠકમાં  ભારતના G20 ફાયનાન્સ ટ્રેક એજન્ડા હેઠળ બનેલા વિઝન પર થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. ત્રીજી G20 FMCBG બેઠક આ વર્ષે જુલાઈમાં ગુજરાતના ગાંધીનગરમાં યોજાવા જઈ રહી છે. આ પહેલા વોશિંગ્ટનમાં યોજાનારી બેઠક ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. આ સાથે જ નિર્મલા સીતારમણ મંગળવારે યુએસ ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. આ દરમિયાન ભારત અને અમેરિકાના પરસ્પર હિતોની ચર્ચા થશે.

ઉલ્લેખનીય છે કે નાણાપ્રધાન ઇન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા સહિતના અનેક દેશો સાથે દ્વિપક્ષીય બેઠકોમાં સામેલ થશે. નાણાપ્રધાન ભારત સરકાર માટે અગ્રતા ક્ષેત્રો જેમ કે સેમિકન્ડક્ટર, ઉર્જા વગેરેના સીઈઓ સાથે વન-ટુ-વન મીટિંગ કરશે. આ સહીત  એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં વિશ્વ બેંકના પ્રમુખ ડેવિડ માલપાસને પણ મળશે. મુલાકાત દરમિયાન, શ્રીમતી સીતારમણ IMFના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા આયોજિત ‘મની એટ અ ક્રોસરોડ્સ’ પર ઉચ્ચ સ્તરીય પેનલ ચર્ચામાં ભાગ લેશે.