Site icon Revoi.in

નાણામંત્રાલય: આજે જીએસટી કાઉન્સિલની મહત્વની બેઠક મળશે,ટેક્સમાં રાહત મુદ્દે થઈ શકે છે ચર્ચા

Social Share

નવી દિલ્લી: દેશના નાણા મંત્રાલયે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે નિર્મલા સિતારમણ 17 સપ્ટે. 21ના રોજ  લખનઉમાં 11 વાગ્યે GST કાઉન્સિલની 45મી બેઠકની અધ્યક્ષતા કરશે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણાં મંત્રીઓ અને કેન્દ્ર સરકાર અને રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી બેઠકમાં હાજરી આપશે.

સૂત્રોના જણાવ્યા મુજબ આજે લખનઉમાં મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ લગાવવા અને ઝોમેટો અને સ્વિગી જેવી ફૂડ ડિલિવરી એપ્સને રેસ્ટોરન્ટ ગણવાની અને તેમના દ્વારા કરવામાં આવેલી ડિલિવરી પર 5% જીએસટી વસૂલવાનો પ્રસ્તાવ પર ચર્ચા થવાની સંભાવના છે.

દેશમાં એમ પણ અત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે. રાજ્યો દ્વારા પેટ્રોલ, ડીઝલના ઉત્પાદન ખર્ચ પર વેટ વસૂલવામાં આવતો નથી પરંતુ તે પહેલા કેન્દ્ર દ્વારા તેમના ઉત્પાદન પર એક્સાઇઝ ડ્યુટી વસૂલવામાં આવે છે, ત્યારબાદ રાજ્યો તેના પર વેટ વસુલ છે. કેરળ હાઈકોર્ટે જૂનમાં એક રિટ પિટિશનની સુનાવણી દરમિયાન જીએસટી કાઉન્સિલને પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા અંગે નિર્ણય લેવા જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે કોર્ટે કાઉન્સિલને આ બાબતે નિર્ણય કરવા કહ્યું છે. આવી સ્થિતિમાં કાઉન્સિલની બેઠકમાં તેના પર વિચાર કરી શકાય છે.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં પેટ્રોલિયમ પેદાશો પર સરકારની એક્સાઇઝ ડ્યુટી કલેક્શનમાં 48 ટકાનો વધારો થયો છે. એપ્રિલથી જુલાઇ 2021 દરમિયાન એક્સાઇઝ ડ્યુટી કલેક્શન રૂ. 1 લાખ કરોડને વટાવી ગયું છે જે ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 67,895 કરોડ હતું.