Site icon Revoi.in

ઉત્તરાખંડ: દિલ્હી-દહેરાદૂન શતાબ્દી એક્સપ્રેસના કોચમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ: ટ્રેનના તમામ યાત્રીઓ સુરક્ષિત

Social Share

દિલ્હી-દહેરાદૂન શતાબ્દી એક્સપ્રેસમાં આજે અચાનક ભીષણ આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન C4 કોચમાં ભયાનક આગ લાગી હતી. જો કે, આ દુર્ઘટનામાં કોઈ પણ મુસાફરને ઈજા પહોંચી નથી.

ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે, આ ઘટના કંસરો નજીક બની છે. તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.આ ઘટનામાં કોઈ પણ મુસાફરોને ઈજા પહોંચી નથી. આગ લાગવાની જાણકારી મળતા નાસભાગ મચી જવા પામી હતી.જો કે, ડ્રાઇવર અને ગાર્ડે આ મામલે સમજણ બતાવી,જે રીતે ડ્રાઇવરને સુચના મળી કે ટ્રેનના કોચમાં આગ લાગી છે, તેમણે તાત્કાલિક ટ્રેન રોકી દીધી હતી.

ટ્રેન કંસરો રેલવે સ્ટેશન નજીક રોકવામાં આવી હતી. અહીં રાજાજી ટાઇગર રિઝર્વ અને રેલવે અધિકારીઓને આ અંગે માહિતી આપવામાં આવી હતી.આ સાથે ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘણી જહેમત બાદ ટ્રેનમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.

મળતી માહિતી મુજબ,ઘટના સમયે કોચમાં 30 થી વધુ મુસાફરો હતા. ટ્રેનને રોકવા માટે ડ્રાઇવરે ઇમરજન્સી બ્રેક લગાવી હતી. આ પછી તરત જ સી -5 કોચને ખાલી કરવામાં આવ્યો. ત્યારબાદ કોચના મુસાફરોને બીજા કોચમાં શિફ્ટ કરવામાં આવ્યા અને અને ટ્રેન દહેરાદૂન માટે રવાના થઈ હતી.

-દેવાંશી

Exit mobile version