Site icon Revoi.in

અમદાવાદના તક્ષશિલા એર બિલ્ડિંગમાં 12માં માળે આગ, શ્વાસ રૂંધાતા બે ને હોસ્પિટલ ખસેડાયા

Social Share

અમદાવાદઃ  શહેરમાં એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા હાઈરાઈઝ બિલ્ડીંગ તક્ષશિલા એપાર્ટમેન્ટમાં 12માં માળે આગ લાગતા ફાયર બ્રિગેડના ફાયટરો દોડી ગયા હતા. આગના ઘૂંમાડાને કારણે  બે વૃદ્ધોને શ્વાસ રુંધાવાની તકલીફ થઈ હતી, જેથી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અમદાવાદ મ્યુનિ.ના ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા તક્ષશિલા એર બિલ્ડીંગના 12 મા માળે એક મકાનમાં આગ લાગી હતી. મકાનના બહારના ડકમાં એકાએક આગ ફાટી નીકળઈ હતી. આગના બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટને કારણે વાયરીંગનું આખુ ડબ બળીને ખાક થઈ ગયુ હતું. આજુબાજુના ત્રણ ફ્લેટમાં આગ પ્રસરી ગઈ હતી. બિલ્ડીંગની ફાયર સિસ્ટમ દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો.

અમદાવાદ શહેરમાં  આગના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યાં છે. ત્યારે આજે વહેલી સવારે એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા તક્ષશિલા એર ફ્લેટના 12મા માળે વહેલી સવારે આગ લાગી હતી. ફાયરબ્રિગેડની 11 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. એક કલાકમાં જ ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ઘરના તમામ સભ્યો અને રહીશો આગ લાગતાં જ ઘરની બહાર નીકળી ગયા  હોવાથી તેમનો બચાવ થયો હતો. ફાયરબ્રિગેડ દ્વારા આગ બુઝાવી કૂલિંગની પ્રક્રિયા હાથ ધરી હતી. ઇલેક્ટ્રિક ડકમાં ધુમાડા નીકળતા હોવાથી શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. ધુમાડાના કારણે બે વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ પડતા તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આગને ફ્લેટ્સના રહિશો તાત્કાલિક બહાર દોડીને આવ્યા હતા અને લોકોને ઘરની બહાર નીકળવા માટે એકબીજાને બુમો પાડીને જાણ કરી હતી. ફ્લેટની ઇલેક્ટ્રીક ડોકમાં ખૂબ જ ધુમાડો થઈ ગયો હતો અને જ્યારે લોકો 12મા માળેથી બહાર આવ્યા ત્યારે મકાનમાં આગ લાગેલી હતી. 12મો માળ આખો આગની ઝપેટમાં આવી ગયો હતો. જોકે આ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. હાઈરાઇઝ બિલ્ડીંગોમાં આ રીતે આગ લાગવાની ઘટના બનતા સ્થાનિકોમાં પણ ભય ફેલાયો હતો.

Exit mobile version