Site icon Revoi.in

આસામમાં ‘અગ્નિવીરો’ને અર્ધ સૈનિક દળોની ભરતીમાં 10 ટકા અનામત સહીત આયુ મર્યાદામાં મળશે છૂટ – ગૃહમંત્રાલય

Social Share

દિલ્હી – દેશભરમાં અગ્નિપથ યોજનાને લઈને વિરોધ થી રહ્યો છે તો બહીજી તરફ આ યોજનાને લઈને અનેક નિર્ણયો સામે આવી રહ્યા છએ જે હંઠળ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની અગ્નિપથ યોજનામાંથી બહાર આવેલા ‘અગ્નવીર’ માટે બીજી એક મોટી જાહેરાત કરવામાં આવી છે. 

ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સઅને આસામ રાઈફલ્સની ભરતીમાં અગ્નિવીરોને 10 ટકા અનામત આપવામાં આવશે. જો કે આ પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે CAPF અને આસામ રાઈફલ્સમાં અગ્નિવીરોને પ્રાધાન્ય આપવામાં આવશે.

 ગૃહમંત્રી કાર્યાલયે સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી શેર કરી છે. ગૃહ પ્રધાન કાર્યાલયે તેના ટ્વિટર એકાઉન્ટ પરથી લખ્યું છે કે ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઇફલ્સમાં ભરતીમાં અગ્નિપથ યોજના હેઠળ 4 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા અગ્નિવીર માટે 10% ખાલી જગ્યાઓ અનામત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

અગ્નિપથ યોજના હેઠળ સાડા 17 વર્ષથી લઈને 21 વર્ષ સુધીના યુવાનોને સેનામાં ભરતી કરવામાં આવશે. તેઓને કુલ 10 અઠવાડિયાથી છ મહિના સુધી ટ્રેનિંગ  પણ ખાસ આપવામાં આવશે. આ જવાનો હોલોગ્રાફિક્સ, નાઈટ, ફાયર કંટ્રોલ સિસ્ટમથી સજ્જ હશે. આ સાથે સૈનિકોના હાથમાં હેન્ડ હેલ્ડ ટાર્ગેટ સિસ્ટમ પણ આપવામાં આવશે.

આ પહેલા ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, આસામ અને કર્ણાટક જેવા રાજ્યોએ પણ જાહેરાત કરી છે કે અગ્નિપથ યોજના હેઠળ સેનામાંથી નિવૃત્ત થનારા યુવાનોને આ રાજ્યોની નોકરીઓમાં પ્રાથમિકતા આપવામાં આવશે.