Site icon Revoi.in

મહેમદાવાદના નજીક પ્લાયવુડની ફેકટરીમાં આગ લાગતાં અમદાવાદના ફાયર ફાઈટરો દાડી ગયા

Social Share

અમદાવાદઃ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં વરસોલા-સિહુજ રોડ પર વમાલી ગામ નજીક આવેલી એક પ્લાયવુડ ફેક્ટરીમાં આગ લાગતાં ભારે અફડાતફડી મચી ગઇ હતી.આજે વહેલી પરોઢીયે આગ લાગતા નડિયાદ, આણંદ, વિધાનગર, મહેમદાવાદ અને અમદાવાદની  ફાયર ટીમની મદદ લેવામા આવી હતી. આ ઘટનામાં આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. જ્યારે જે સી બી મશીનથી બળેલ રાખને બહાર કાઢવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વરસોલા સિહુજ રોડ પર આવેલ વમાલી ગામની સીમમાં સ્વસ્તિક પ્લાયવુડ નામની ફેકટરીમાં ગુરુવારની વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. ફેક્ટરીના વોચમેન તથા માલિકે તુરંત આગ રોદ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા નડિયાદ અને મહેમદાવાદ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આથી નડિયાદના બે વોટરબ્રાઉઝર અને મહેમદાવાદનુ એક વોટરબ્રાઉઝર અહીયા પહોંચી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ સ્થિતિ ભયાનક બનતાં અને આગ કાબુમાં ન આવતાં આણંદ, વિદ્યાનગર, અમદાવાદના 1-1 વોટરબ્રાઉઝર મંગાવવામાં આવ્યા હતા. આ લાખો લીટર પાણીનો છંટકાવ કરીને આગ પર સંપૂર્ણ કાબુ મેળવાયો હતો. આમ તમામ ફાયર વિભાગોની ટીમે આગ બુઝાવવા માટે કામગીરી કરતાં અંતે આગ કાબુમાં આવી હતી. આ ભીષણ આગમાં પ્લાયવુડની સીટો અને રોમટીરીયલ બળીને ખાક થઇ ગયો હતો. જે સી બી મશીનથી બળેલ રાખને બહાર કાઢવામાં આવી હતી. આ પ્લાયવુડની ફેકટરીમાં આગ કયા કારણોથી લાગી તે હજુ જાણી શકાયુ નથી. પરંતુ શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.