Site icon Revoi.in

કંડલાના ઇફ્કો પ્લાન્ટમાં લાગેલી આગને કાબુમાં લેવા ફાયર ફાઈટરોએ ભારે જહેમત ઉઠાવી

Social Share

ભુજ : પૂર્વ કચ્છના ઔદ્યોગિક શહેર ગાંધીધામ નજીકના કંડલા ખાતે દીન દયાલ ઉપાધ્યાય બંદર નજીક આવેલી ઇફ્કો કંપનીમાં ગત રાત્રે 10 વાગ્યાની આસપાસ અચાનક ભયાનક આગ ફાટી નિકળતા અફડા તફડી સર્જાઇ હતી. જો કે આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી. વિકરાળ આગને પગલે કાબુમાં લેવા માટે ડીપીટી બંદરના 3 ફાયર ફાઇટર અને ઇફ્કો એકમના ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવાયો હતો. અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીધામ નજીકના કંડલા ખાતે દીન દયાલ ઉપાધ્યાય બંદર નજીક આવેલી ઇફ્કો કંપનીમાં ગત રાત્રે 10 વાગ્યાની આસપાસ અચાનક ભયાનક આગ ફાટી નિકળતા અફડા તફડી સર્જાઇ હતી. આગ એટલી ભયાનક હતી કે, ગોટેગોટા કિલોમીટરો દુર સુધી જોઇ શકાતા હતા. તકેદારીના ભાગ રૂપે ઇફ્કો કંપનીમાં એમોનિયાની વહન કરતી લાઇનના વાલ્વ તત્કાલ બંધ કરી દેવાઈ હતી. જેથી આગ વધારે પ્રસરતી અટકાવી શકાઈ હતી. કંડલા બંદરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. જો કે ફાયર વિભાગની સ્થાનિક ગાડીઓ અને પોર્ટ અને કોર્પોરેશનની તમામ ગાડીઓએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇફ્કોની બાજુમાં પોર્ટના અલગ અલગ ગોડાઉનો પણ આવેલા છે. જો આગ કાબુમાં ન આવી હોત તો વધારે નકશાનની ભીતી હતી.  જ્વલનશીલ ઓઇલ ટેન્ક પણ આની નજીકમાં જ આવેલા છે. આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી.