Site icon Revoi.in

તમિલનાડુમાં ફટાકડાની ફેકટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગી, ચાર શ્રમજીવીના મોત

Social Share

બેંગ્લોરઃ તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં શિવકાશી નજીક મેટ્ટુપટ્ટી ખાતે એક ખાનગી ફટાકડાની ફેક્ટરીમાં શનિવારે થયેલા વિસ્ફોટમાં ચાર શ્રમજીવીઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે આ બનાવમાં અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ફટાકડાની ફેક્ટરીમાં આજે સવારે આગ ફાટી નીકળી હતી, જેના કારણે શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા, તેમ પોલીસે જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર શિવાકારી નજીક ફટાકડાની ફેકટરીમાં સર્જાયેલી આ ઘટનાને પગલે ઓછામાં ઓછા સાત વેરહાઉસ અને શેડ ધરાશાયી થયા હતા. આ ગોડાઉનોમાં ફટાકડા અને અત્યંત જ્વલનશીલ રસાયણોનો વિશાળ સ્ટોક હતો. પ્રાથમિક તપાસમાં રાસાયણિક પદાર્થમાં ઘર્ષણને કારણે વિસ્ફોટ થયો હોવાનું જણાયું હતું. પોલીસે જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાં જ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં હતા.

ઇજાગ્રસ્તોને સારવાર માટે શિવકાશી સરકારી હોસ્પિટલમાં સેન્ટર ઓફ એક્સેલન્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું સુરક્ષા ધોરણોનું કોઈ ઉલ્લંઘન થયું છે.