Site icon Revoi.in

‘એક વિલન રિટર્ન્સ’નું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ,આ દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ

Social Share

મુંબઈ:8 વર્ષ બાદ આખરે તે વાપસી કરી રહ્યો છે જેની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’ની સ્ટાર કાસ્ટનો ફર્સ્ટ લૂક શેર કરવામાં આવ્યો છે.તમામ સ્ટાર્સના ફર્સ્ટ લુકને લઈને ચાહકોમાં ફિલ્મને લઈને જબરદસ્ત ચર્ચા જાગી છે.ફિલ્મ ‘એક વિલન’એ રિલીઝના 8 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખાસ અવસર પર નિર્માતાઓએ ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’નું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કર્યું છે.

ફિલ્મમાંથી જ્હોન અબ્રાહમ, અર્જુન કપૂર, દિશા પટણી અને તારા સુતારિયાનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.તમામ સ્ટાર્સે પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તેમના ચાહકો માટે તેમના લૂક પોસ્ટર શેર કર્યા છે.સ્ટાર્સના દરેક પોસ્ટર પર ફિલ્મની રિલીઝ ડેટ પણ લખેલી છે.આ ફિલ્મ 29 જુલાઈ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

પોસ્ટરની થીમ ફિલ્મની વાર્તાની જેમ ડાર્ક છે.આ મલ્ટીસ્ટારર ફિલ્મથી મેકર્સને ઘણી આશા છે. ફિલ્મની ટીમે પ્રમોશન પણ શરૂ કરી દીધું છે.નિર્દેશક મોહિત સૂરીએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે અને ટી-સીરીઝ અને બાલાજી ટેલિફિલ્મ્સે તેને બનાવવાની જવાબદારી લીધી છે.