Site icon Revoi.in

દેશમાં સૌ પ્રથમ અમદાવાદ અને ગાંધીનગર સહિત 13 શહેરમાં 5જી સેવા શરૂ થશે

Social Share

નવી દિલ્હીઃ તાજેતરમાં જ દેશમાં 5જી સ્પેક્ટ્રમની હરાજી પૂર્ણ થઈ છે. તેમજ આગામી દિવસોમાં જ દેશમાં 5જી સેવા શરૂ કરવા મામલે કવાયત શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે અમદાવાદ, ગાંધીનગર સહિત દેશના 13 શહેરોમાં પહેલા આ સેવાનો પ્રારંભ કરવામાં આવશે. ત્યાર બાદ ધીમે-ધીમે સમગ્ર દેશમાં આ સેવાઓ શરૂ થશે.

પ્રાપ્ત માહિતી અનુસાર દેશની ટેલિકોમ કંપનીઓએ 5જી સેવાઓ શરૂ કરવાને લઈને આયોજન શરૂ કરી દીધું છે. જો કે, તેના ચાર્જને લઈને હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતું ભારતમાં 5G સેવાઓને પહેલા ફેઝમાં માત્ર અમુક જ શહેરોમાં રોલઆઉટ કરવામાં આવશે. પહેલા ફેઝમાં જે 13 શહેરો સામેલ છે, તેમાં અમદાવાદ, ગાંધીનગર, ગુરુગ્રામ, બેંગલોર, ચંદીગઢ, ચેન્નાઈ, હૈદરાબાદ, જામનગર, કોલકાતા, લખનૌ, મુંબઈ, પુના છે. આ શહેરોમાં રહેતા લોકોને 5G અનુભવ કરવાની તક સૌથી પહેલા મળશે. તે બાદ દેશના વિવિધ રાજ્યોમાં તેની શરૂઆત કરવામાં આવશે. દેશમાં 5જી સ્પેક્ટ્રમની હરાજી બાદ મોબાઈલ ફોન ધારકો પણ આ સેવાની આતુરતાથી રાહ જોઈ રહી છે.