Site icon Revoi.in

ફિટનેશ: બેલીને ઘટાડવા માટે મહિલાઓ કરે છે આ પ્રકારે કસરત, શરીરમાં જોવા મળે છે આ પ્રકારે ફરક

Social Share

કસરત એ એવી વસ્તુ છે કે જે પુરુષ હોય કે મહિલા, તમામ માટે ફાયદાકારક હોય છે. અમુક ઉંમર પછી શરીરના કેટલાક ભાગોમાં ચરબીનું સ્તર જમા થવા લાગે છે. જો આ વસ્તુ પર સમયસર ધ્યાન આપવામાં આવે તો તે ભવિષ્યમાં ખુબ ફાયદાકારક સાબિત થાય છે.

મોટાભાગની મહિલાઓ પોતાના બેલીને લઈને ચીંતીત હોય છે. તેને ઓછુ કરવા માટે કેટલાક પ્રકારની કસરત પણ કરતી હોય છે. તો આ પ્રકારની કસરત કરવાથી પણ બેલીને ઓછી કરી શકાય છે.

જો કોઈ પણ મહિલા દ્વારા રોજ 15થી 20 મીનીટ દોરડા કુદવામાં આવે તો તેના શરીરમાં ચરબીનો ભાગ પીગળે છે અને શરીર વધારે તંદુરસ્ત રહે છે. રોજ દોરડા કુદવુ તે બેલીને ઘટાડવામાં પણ મદદ કરે છે. દોરડા કુદીને ફટાફટ ચરબીને ઓગાળવા માટે કેટલીક મહિલાઓ પુશ-અપ્સ પણ કરતી હોય છે. પુશ-અપ્શથી મહિલાના શરીરમાં સ્ટેમીના બનેલો રહે છે અને શ્વાસને લગતી બીમારી પણ ઓછી થાય છે.

શરીરમાં બેલીને ઓછી કરવા માટે જો મહિલા દ્વારા સાયકલ ચલાવવામાં આવે તો પણ તે ઘણુ ઉપયોગી અને ફાયદાકારક છે. આ માટે રોજ એક કલાક તો સાયકલ જરૂર ચલાવવી જોઈએ. આ ઉપરાંત જો વાત કરવામાં આવે ડાન્સની તો, ડાન્સને સૌથી સારી કસરત ગણવામાં આવે છે. કારણ કે ડાન્સ કરવાથી જેટલી કેલેરે બર્ન થાય છે તેટલી અન્ય કોઈ કસરતમાં થતી નથી.