Site icon Revoi.in

પાંચ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ હતા આજની વાયુસેનાની એરસ્ટ્રાઈકના નિશાને

Social Share

ભારતીય વાયુસેનાની પીઓકે અને પાકિસ્તાનની જમીન પર કરવામાં આવેલી એર સ્ટ્રાઈકમાં ઘણાં ખૂંખાર આતંકવાદી માર્યા ગયા હતા. એર સ્ટ્રાઈકમાં ભારતના નિશાન પર મુખ્યત્વે પાંચ મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતા. આ હુમલામાં જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા આતંકી ઠેકાણાને તબાહ કરવામાં આવ્યો છે.

પાંચ મોસ્ટ વોન્ટેડ આતંકી બન્યા નિશાન

મૌલાના અમ્માર

જૈશ-એ-મોહમ્મદના આકા મસૂદ અઝહરનો ભાઈ અને કાશ્મીર તથા અફઘાનિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓમાં સંડોવણી

મૌલાના તલ્હા સૈફ

મસૂદ અઝહરનો ભાઈ અને પ્રચાર વિભાગનો પ્રમુખ

મુફ્તિ અઝહરખાન કશ્મીરી

કાશ્મીર ઓપરેશનનો પ્રમુખ

ઈબ્રાહીમ અઝહર

મૌલાના મસૂદ અઝહરનો મોટો ભાઈ

યૂસુફ અઝહર

મસૂદ અઝહરનો બનેવી અને તાલીમ કેન્દ્રનો પ્રમુખ , યૂસુફ અઝહર આઈસી-814ના હાઈજેકિંગમાં પણ સંડોવાયેલો હતો.

પુલવામામાં જવાનોની શહીદીનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી છે. એક ડઝન જેટલા મિરાજ યુદ્ધવિમાન અને પીઓકેમાં ઘૂસીને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાઓ પર લગભગ હજાર કિલોગ્રામ વિસ્ફોટક ફેંક્યા છે.