Site icon Revoi.in

તૌકતે વાવાઝોડાને પગલે ગુજરાત સહિત પાંચ રાજ્યોને કરાયા એલર્ટ

Social Share

દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે તૌકતે વાવાઝોડાને પગલે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરલ અને કર્નાટક સહિત પાંચ તટીય રાજ્યોમાં ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ આપવામાં આવ્યું છે. લક્ષદ્વીપ પાસે જે હવાનું જે દબાણ સર્જાયું છે તે મજબુત બન્યું છે અને આગામી 24 કલાકમાં વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લેશે.

એનડીઆરએફના નિર્દેશક સત્ય નારાયણ પ્રધાને ટ્વીટરના માધ્યમથી જાણકારી આપી છે કે, સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા માટે 53 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ દરમિયાન મહારાષ્ટ્રના કોલાબામાં મૌસમ વિશેષકે જણાવ્યું છે કે, મ્યાંમારએ આ ચક્રવાતનું મ તૌકતે રાખ્યું છે. આ કોંકણથી આગળ વધીને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેની અસર હેઠળ તા. 16 અને 17મી મેના રોજ કેટલાક વિસતારમાં અતિભારે વરસાદ પડવાની શકયતા છે. સૌથી વધારે અસર મહારાષ્ટ્રના રત્નાગિરી, સિંધુદુર્ગ અને ગોવામાં જોવા મળશે. મધ્ય મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ તેની અસર જોવા મળશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, આ વાવાઝોડાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શકયતા છે. આગામી 3 દિવસમાં કોંકણમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ માછીમારોને દરિયામાં નહીં જવાની પણ સૂચના આપવામાં આવી છે.