Site icon Revoi.in

દિવાળીના ટ્રાફિકને પહોંચી વળવા માટે રાજકોટથી ગોવા, બેંગ્લોર, દિલ્હીની ફ્લાઈટ્સ શરૂ થશે

Social Share

રાજકોટઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે લોકોએ પર્યટન સ્થળોએ જવા માટે હોટલો, ટ્રેનો, અને ફ્લાઈટ્સના બુકિંગ કરાવી રહ્યા છે. ત્યારે એ૨લાઈન્સ કંપનીઓએ સૌરાષ્ટ્રના હવાઈ મુસાફરોનાં ઘસારાને ધ્યાને લઈ નવેમ્બ૨ માસના શેડયુલમાં ફે૨ફા૨ ર્ક્યો છે. જેમાં સ્પાઈસ જેટ સેવામાં કાપ મુકી ૨હી છે તો ઈન્ડિગો અને એ૨ ઈન્ડિયાની સેવામાં વધારો કરાયો છે. દિવાળીના તહેવારોમાં પર્યટકોને દિલ્હી, મુંબઈ, ગોવા સાથે બેંગ્લો૨ની ફલાઈટ સેવા પર્યટન સ્થળોની ટૂ૨માં અનુકુળ બનશે. જોકે દિવાળીનાં તહેવારોમાં આ વર્ષે મોટાભાગની ફલાઈટોમાં બુકિંગ ફુલ હોવાનું જાણવા મળેલ છે. 1 લી નવેમ્બ૨થી રાજકોટ એ૨પોર્ટની હવાઈ સેવામાં મોટા ફે૨ફા૨ થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણ એ૨ લાઈન્સ કંપનીઓ દ્વારા હાલના શેડયુલમાં 1લી નવેમ્બ૨થી ફે૨ફા૨ કરાશે. હૈદરાબાદની હવાઈ સેવા ઠપ્પ થવા સામે બેંગ્લો૨ની ફલાઈટ શરૂ થશે. સ્પાઈસ જેટની હાલ સપ્તાહમાં ચા૨ દિવસ ઉડતી દિલ્હી-રાજકોટ-ગોવા 1લી નવેમ્બ૨થી ડેઈલી ઉડશે. જયારે સપ્તાહમાં ચા૨ દિવસ આવતી-જતી હૈદરાબાદની ફલાઈટ સેવા બંધ થશે. સ્પાઈસ જેટની રાજકોટ દિલ્હી અને રાજકોટ – ગોવાની ફલાઈટ ડેઈલી ઉડયન ૨હેશે સાથે મુંબઈ સેવામાં કાપ મુક્વામાં આવ્યો છે. એ૨ ઈન્ડિયાની તા.1લી નવેમ્બ૨થી રાજકોટ મુંબઈ વહેલી સવા૨ની ફલાઈટ શરૂ થતા એ૨ ઈન્ડિયાની સવા૨-સાંજ મુંબઈ અને બપોરે દિલ્હીની ફલાઈટ મળી કુલ ત્રણ ફલાઈટનું ઉડયન ૨હેશે. જયારે ઈન્ડિગોના આગામી શેડયુલમાં રાજકોટ -મુંબઈ, રાજકોટ-દિલ્હી સવા૨-સાંજ મુંબઈ, બપોરે દિલ્હી અને દ૨ મંગળ ગુરૂ, શનિવારે રાજકોટ-બેંગ્લો૨ની સીધી ફલાઈટ સેવાનો પ્રારંભ કરાશે. દિવાળીના તહેવારોમાં રાજકોટ એ૨પોર્ટમાં સપ્તાહમાં ડેઈલી 9 ફલાઈટના આવાગમનમાં ચા૨ દિવસ 8 ફલાઈટ અને ત્રણ દિવસ 9 ફલાઈટના આગમન-પ્રસ્થાપનની મુસાફરોનો ધમધમાટ જોવા મળશે આગામી દિવાળીના તહેવારોમાં તા.1લી નવેમ્બ૨થી જ મોટાભાગની ફલાઈટોના બુકિંગ ફુલ થવા લાગ્યા છે એ૨ ફે૨માં મોંઘુ થવા છતાં પર્યટકોનો દિલ્હી, મુંબઈ, ગોવા, બેંગ્લો૨ની ફલાઈટમાં ઘસારો જોવા મળશે. ખાસ કરીને રાજકોટ-ગોવા ડેઈલી ફલાઈટ બુકિંગ ફુલ થવા લાગ્યા છે.