Site icon Revoi.in

આસામમાં પૂરથી મૃત્યુઆંક 25 પર પહોંચ્યો, સાડા છ લાખ લોકો અસરગ્રસ્ત

Social Share

દિસપુર:સોમવારે આસામમાં પૂરની સ્થિતિમાં થોડો સુધારો થયો હતો, જો કે, વધુ એક વ્યક્તિના મોત બાદ મૃત્યુઆંક વધીને 25 થયો હતો.એક સત્તાવાર બુલેટિનમાં જણાવાયું છે કે,રાજ્યના 22 જિલ્લાઓ અને સાડા છ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.

અહેવાલ મુજબ, કછાર જિલ્લાના સિલચરમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.આ સાથે આ વર્ષે રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 25 થઈ ગઈ છે.

નાગાંવ રાજ્યમાં સૌથી વધુ અસરગ્રસ્ત છે અને 3.51 લાખથી વધુ લોકો તકલીફનો સામનો કરી રહ્યા છે. હાલમાં રાજ્યના 1,709 ગામો જળમગ્ન થયા છે અને 82,503 હેક્ટરમાં ફેલાયેલો પાક નાશ પામ્યો છે.