Site icon Revoi.in

નેપાળમાં ભારે વરસાદથી પૂર અને ભેખડો ધસી પડવાની ઘટનાઃ 99થી વધારે લોકોના મોત

Social Share

દિલ્હીઃ ઉત્તરભારતના ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં હાલ પડી રહેલા ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે. દરમિયાન પડોશી દેશ નેપાળમાં પણ ભારે વરસાદે તબાઈ સર્જી છે. નેપાળમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. બીજી તરફ નેપાળમાં ભારે વરસાદના કારણે ત્યાર સુધીમાં 99 વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નેપાળમાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે એટલું જ નહીં ભેખડો ધસી પડવાના બનાવો બની રહ્યાં છે. જેથી જનજીવનને વ્યાપસ અસર થઈ રહી છે. નેપાળમાં બચાવ કામગીરી કરતા દળોએ જણાવ્યું હતું કે, હજુ લગભગ 40 જેટલી વ્યક્તિઓ ગુમ છે. તેમને શોધવાની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત બચાવ કામગીરી દરમિયાન અનેક લોકોને બચાવવામાં આવ્યાં છે. પૂર અને ભેખડો ધસી પડવાના બનાવોમાં 35થી વધારે લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. નેપાળમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદથી જનજીવનને વ્યાપક અસર થઈ છે. બીજી તરફ પ્રધાનમંત્રી શેરબહાદુર દેઉબાએ પૂર અને વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરીને અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવાની સૂચના આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નેપાળમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તેમજ મોટી જાનમાલની નુકશાની થઈ હોવાનું જાણવા મળે છે.