આજકાલ ખાવા-પીવાનું જે પ્રકારનું થઈ ગયું છે તેના કારણે ઘણાં લોકોને પાચનની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોની ગટ હેલ્થ (આંતરડાના સ્વાસ્થ્ય)ને તંદુરસ્ત રાખવા માટે ડિટોક્સિફિકેશનની જરૂર પડે છે. ડિટોક્સ મેથડ્સ અપનાવવાથી તમારા શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર નીકળી જાય છે અને પાચન સારી રીતે થાય છે. આજે અમે તમને એવા પાંચ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને પોતાની જીવનશૈલીમાં સામેલ કરવાથી તમે તમારી ગટ હેલ્થને તંદુરસ્ત રાખી શકો છો.
પ્રોસેસ્ડ ફૂડ્સ ખાવાનું ટાળોઃ પ્રોસેસ્ડ ફૂડ્સ જેમ કે, ચિપ્સ વગેરેમાં હાર્મફૂલ બેક્ટેરિયા હોય છે, જે ડાયજેશન પ્રોસેસને ખરાબ કરી નાખે છે. આવી સ્થિતિમાં જો તમે ઇચ્છો છો કે તમારું ડાયજેશન સ્વસ્થ રહે, તો તમારે આ પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ઓછું કરવું પડશે.
ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ: ગટ હેલ્થને તંદુરસ્ત રાખવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ છે. તે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને એક બ્રેક આપે છે અને તેને સુધારવાની તક પણ આપે છે.
ફાયબરનું પ્રમાણ વધારો: પોતાના ડાયટમાં ફાયબરથી ભરપૂર ખાદ્ય પદાર્થોનું પ્રમાણ વધારો. ફાયબર આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તમારે તમારા ડાયટમાં ફળો અને શાકભાજી સામેલ કરવા જોઈએ.
હાઇડ્રેશનનું રાખો ધ્યાન : જો તમારા શરીરમાં પાણીની ઉણપ હશે, તો તમારે પાચન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી શરીરમાંથી ઝેરી તત્ત્વો દૂર કરવામાં મદદ મળે છે.
પ્રોબાયોટિક ફૂડ ખાવો : પ્રોબાયોટિક ફૂડ આઇટમ્સમાં એવા બેક્ટેરિયા હોય છે જે ગટ હેલ્થને તંદુરસ્ત રાખવા માટે જરૂરી હોય છે. આવી સ્થિતિમાં તમારે તમારા ડાયટમાં દહીં અને ફર્મેંટેડ ખાદ્ય પદાર્થ સામેલ કરવા જોઈએ.