Site icon Revoi.in

એક વર્ષ સુધી મફત અનાજનું વિતરણ માટે રૂ. 2 લાખ કરોડની જોગવાઈ

Social Share

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, ઓળખપત્ર તરીકે પાનકાર્ડને માન્યતા આપવામાં અપાશે. નગરનિગમ પોતાના બોન્ડ લાવી શકશે. તેમજ પીએમ આવાસ યોજનાના ફંડમાં વધારો કરવામાં આવશે. આગામી એક વર્ષ માટે મફ્તમાં અનાજનું વિતરણ કરવામાં આવશે. જે માટે રૂ. 2 લાખ કરોડની બજેટમાં જોગવાઈ કરાઈ છે. મૂડી રોકાણ પરિવ્યય 33 ટકા વધારીને 10 લાખ કરોડ કરાઈ છે. જે સફળ ઘરેલુ ઉત્પાદનના 3.3 ટકા હશે.

KY પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે અને તેને સંપૂર્ણ રીતે ડિજિટાઇઝ કરવામાં આવશે. વન સ્ટોપ સોલ્યુશન અને ઓળખ તથા સરનામા માટે કરવામાં આવશે. આ ડિજી સર્વિસ લોક અને આધાર દ્વારા વન સ્ટોપ સોલ્યુશન તરીકે કરવામાં આવશે. તમામ ડિજિટલ સિસ્ટમ માટે PAN ઓળખવામાં આવશે. એકીકૃત ફાઇલિંગ પ્રક્રિયા સેટઅપ કરવામાં આવશે.

કોમન પોર્ટલ દ્વારા એક જ જગ્યાએ ડેટા હશે, તેનો ઉપયોગ વિવિધ એજન્સીઓ કરી શકશે. વારંવાર ડેટા આપવાની જરૂર રહેશે નહીં, પરંતુ આ માટે યુઝરની સંમતિ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.