1. Home
  2. Tag "Agriculture"

કાળઝાળ ગરમીમાં ખેતી કામ કરતા ખેડૂતો માટે હીટવેવને લઈને એડવાઈઝરી જાહેર કરાઈ

અમદાવાદઃ ઉનાળાના બળબળતા તાપ વચ્ચે ખેતી કાર્યોમાં રાજ્યના ખેડૂતો હીટવેવ (લૂ)થી બચી શકે તે માટે ખેતી નિયામકની કચેરી દ્વારા હીટવેવ સામે લેવાના સાવચેતીના પગલાઓ અંગે સામાન્ય એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મગફળી, કેળ, ઉનાળુ મગ, ઉનાળુ ડાંગર, ઉનાળુ શાકભાજી, ઉનાળુ બાજરી પકવતા ખેડૂતોને ખેતી કાર્યોમાં યોગ્ય […]

વરસાદ ખેંચાતા ખેડૂતોને 10 કલાક વીજળી અને જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે

ગાંધીનગર: ગુજરાતમાં જુન જુલાઈમાં સારો વરસાદ પડ્યા બાદ ઓગસ્ટ મહિનો એકંદરે કોરો રહ્યો છે. તેના લીધે ખરીફ પાકને બચાવવા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ત્યારે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉભા પાકને હાલ પાણીની વધુ જરૂર હોવાથી ખેડૂતોને 10 કલાક વીજળી અપાશે. તેમજ જળાશયોમાંથી કેનાલોમાં પાણી છોડવામાં આવશે. ગુજરાતમાં જૂલાઈ મહિનામાં 80 ટકા […]

દેશમાં પુરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ : ડો. માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય રસાયણ અને ખાતર, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે અહીં રાજ્યના કૃષિ મંત્રીઓ સાથે દેશમાં ખાતરોની ઉપલબ્ધતા અને ઉપયોગ પર વાતચીત કરી હતી. બેઠક દરમિયાન તેમણે નેનો યુરિયા, નેનો ડીએપીની પ્રગતિ અને ક્ષેત્ર સ્તરે વૈકલ્પિક ખાતરોને પ્રોત્સાહન આપવાની અને આ સંદર્ભે રાજ્યો દ્વારા શરૂ કરવામાં આવેલા પગલાં અંગે પણ […]

મોદીની ઈજિપ્ત મુલાકાત બદલી શકે છે કૃષિનું ભવિષ્ય,આ મુદ્દાઓ પર પણ થશે સમજૂતી

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને ઈજિપ્તની મુલાકાતે જઈ રહ્યા છે જે ભારતમાં કૃષિનું ભવિષ્ય બદલી શકે છે. PM મોદી 24 અને 25 જૂને ઇજિપ્તની રાજધાની કાહિરામાં રહેશે. આતંકવાદને રોકવા માટે બંને દેશો વચ્ચે સહયોગ વધારવા પર ચર્ચા થશે. સંરક્ષણ ઉદ્યોગ, સુરક્ષા અને ઉર્જા ક્ષેત્રો માટે પણ વાતચીત થશે. કોઈપણ રીતે છેલ્લા બે વર્ષમાં […]

ખેતીમાં યુરિયા, DAP, જંતુનાશકોના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ક્ષીણ થાય છે: રાજ્યપાલ

અમદાવાદઃ ગો સેવા ગતિવિધિ – વડોદરા વિભાગના યજમાન પદે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના બાણજ ગામમાં યોજાયેલા ગૌ કૃષિ સંગમ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિને કૃષિના નવા યુગનો પ્રારંભ ગણાવી પ્રગતિશીલ ખેડૂતોને પ્રકૃતિ તરફ પ્રયાણ કરવા આહ્વાન કર્યુ હતું. વર્તમાન સમયમાં ખેતીમાં વધુ પડતાં રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગથી મનુષ્ય અને જીવસૃષ્ટિમાં રોગનું પ્રમાણ […]

કૃષિ બાદ સૌથી વધુ રોજગાર આપનાર ક્ષેત્ર હોય તો તે ટેક્ષ્ટાઈલ ઉદ્યોગ: દર્શનાબેન જરદોશ

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત એમ્બ્રોઈડરી એસોસિએશનના સંયુકત ઉપક્રમે સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત ત્રિદિવસીય ‘સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઈલ એન્ડ મશીનરી એક્ષ્પો- સીટમે 2023’ને કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. તા. 4 થી 6 માર્ચ દરમિયાન આયોજિત એક્ઝિબીશનમાં એમ્બ્રોઈડરી મશીનરીના કુલ 60 […]

એક વર્ષ સુધી મફત અનાજનું વિતરણ માટે રૂ. 2 લાખ કરોડની જોગવાઈ

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, ઓળખપત્ર તરીકે પાનકાર્ડને માન્યતા આપવામાં અપાશે. નગરનિગમ પોતાના બોન્ડ લાવી શકશે. તેમજ પીએમ આવાસ યોજનાના ફંડમાં વધારો કરવામાં આવશે. આગામી એક વર્ષ માટે મફ્તમાં અનાજનું વિતરણ કરવામાં આવશે. જે માટે રૂ. 2 લાખ કરોડની બજેટમાં જોગવાઈ કરાઈ છે. મૂડી રોકાણ પરિવ્યય 33 ટકા વધારીને 10 લાખ કરોડ […]

ગુજરાતમાં બે દાયકામાં ઘાન્ય-બાગાયતી પાકના ઉત્પાદનમાં જંગી વધારોઃ સીએમ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા બે દાયકાઓમાં થયેલા વિકાસને પગલે આજે ગુજરાતમાં દેશમાં વિકાસ મોડલ તરીકે ઓળખાય છે. બે દાયકા પહેલા ડ્રોપ આઉટ રેશિયો 37 ટકા જેટલો હતો જે આજે ઘટીને લગભગ 2થી 3 ટકા જેટલો થયો છે. આવી જ રીતે નાના અને મધ્યમ કદના એકમોની સંખ્યામાં બે દાયકામાં વધારો થયો છે.આ ઉપરાંત ધાન્ય પાક અને બાગાયતી […]

બોટાદના ગઢડા તાલુકાના ખેડુતો બાગાયતી ખેતી તરફ વળ્યા, ઉગામેડી ગામે ખારેક અને ડ્રેગનનું વાવેતર

બોટાદઃ જિલ્લાના ગઢડા તાલુકાના ખેડુતો હવે બાગાયતી ખેતી તરફ વળ્યા છે. ખેડુતો પ્રાકૃતિક ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યા છે. આ વિસ્તારમાં પરંપરાગત મગફળી અને કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં કરાતું હતું પણ હવે ખેડુતો ખારેક અને ડ્રેગનની ખેતી કરવા લાગ્યા છે. તાલુકાના ઉમાગેડી ગામના ખેડૂતો પરંપરાગત ખેતીમાં બદલાવ કરીને બાગાયતી ખેતી કરી રહ્યા છે. આ […]

જામનગર અને રાજકોટ જિલ્લામાં ખારેકની ખેતીમાં વધારો, સારા ભાવ મળતા હોય ખેડુતો આકર્ષાયા

રાજકોટ : ગુજરાતમાં ખારેકનું સૌથી વધુ ઉત્પાદન કચ્છમાં થાય છે. ખારેકના પાકમાંથી સારીએવી આવક થતી હોવાને લીધે હવે સૌરાષ્ટ્રના રાજકોટ અને જામનગર જિલ્લાના ખેડુતો પણ આકર્ષાયા છે. અને ખારેકની ખેતી કરવા લાગ્યા છે. કેરીની સીઝન પૂરી થતા સૌરાષ્ટ્રમાં ખારેકનો દબદબો છે. ખારેક આમ તો કચ્છનું ફળ છે પણ સૌરાષ્ટ્રમાં ય બે દાયકાથી ખારેકની ખેતી થઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code