Site icon Revoi.in

ઈતિહાસમાં પ્રથમ વખત આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડ અડધો કલાકા મોડી શરુ થશે

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કહેર વચ્ચે થોડા જ દિવસોમાં ગણતંત્રનો પર્વ આવનાર છે ,જો કે આ વખતે પરેડમાં મર્યાદિત સંખ્યાનો સમાવેશ કરવામાં આવેશે કોરોનાના કારણે ટેબ્લોની સંખ્યા પણ ઘટાડવામાં આવી છે ત્યારે આ વખતે બીજો એક ઈતિહાસ થવા જઈ રહ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રનમાણે આ વખતે ગણતંત્ર દિવસની પરેડ અડધો કલાક મોડી શરૂ થવાના એહવાલ છે. કોરોના પ્રોટોકોલ અને શ્રદ્ધાંજલિ સભાને કારણે પરેડ શરૂ થવામાં વિલંબ થાય તે વાત સ્વાભાવિક છે. જો કે મહત્વની વાત એ છે આઝાદીના 75 વર્ષમાં પહેલીવાર એવું થઈ રહ્યું છે.

આ વખતે ઈતિહાસ બનશે  કે પરેડ અડધો કલાક મોડી શરૂ થશે. બીજી તરફ ગણતંત્ર દિવસની પરેડમાં ગાઝીપુર ફૂલ મંડીમાં મળી આવતા સુરક્ષા એજન્સીઓનું કાર્ય વધી ગયું છે. હાલત એવી છે કે પરેડ રૂટની બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દિવસમાં બે વખત ચેકિંગ કરી રહી છે. આ વખતે સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત રાખવામાં આવી છે.

નવી દિલ્હી જિલ્લાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સ્વતંત્રતાના 75 વર્ષ નિમિત્તે ગણતંત્ર દિવસની પરેડ અડધો કલાક મોડી શરૂ થશે. દર વર્ષે પરેડ સવારે 10 વાગ્યે શરૂ થતી હતી, પરંતુ આ વખતે તે 10:30 વાગ્યે શરૂ થશે.

ત્યાર બાદ ટેબ્લો (ઝાંખી) લાલ કિલ્લા સુધી જશે, જ્યારે ટુકડીઓ નેશનલ સ્ટેડિયમમાં રોકાશે. પોલીસ અધિકારીએ કહ્યું કે આ વખતે કોરોના પ્રોટોકોલ અને શ્રદ્ધાંજલિ સભાને કારણે પરેડ મોડી શરૂ થશે. હાલમાં ચાલી રહેલી પરેડની પ્રેક્ટિસમાં કોરોના પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ અને સેના, દિલ્હી પોલીસની સાથે સોમવારે પ્રજાસત્તાક દિવસની પરેડની સુરક્ષાની સમીક્ષા કરવા રાજપથ પહોંચી હતી. આ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા અનેક પાસાઓથી જોવા મળી હતી. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે દેશના ગુપ્તચર વિભાગ અને સેનાએ દિલ્હી પોલીસને કેટલાક સૂચનો આપ્યા હતા.