Site icon Revoi.in

IPLના ઈતિહાસમાં પહેલીવાર થયું મોટું કારનામું,રોહિતની કેપ્ટન્સીમાં મુંબઈએ બનાવ્યો આ રેકોર્ડ

Social Share

મુંબઈ : IPL 2023ની 54મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે RCBને 6 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા RCBએ મુંબઈને જીતવા માટે 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મુંબઈએ બેટ્સમેનોના વિસ્ફોટક પ્રદર્શનના આધારે પહાડ જેવો ટાર્ગેટ સરળતાથી હાંસલ કરી લીધો હતો. મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન અને નેહલા વડેરાએ શાનદાર બેટિંગ કરી હતી. આ સાથે મુંબઈની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે પહોંચવામાં સફળ રહી છે.

મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઈશાન કિશને RCB સામે 42 રન, નેહલ વડેરાએ 34 બોલમાં 52 રન બનાવ્યા હતા. આ સાથે જ સૂર્યકુમાર યાદવે વિસ્ફોટક બેટિંગ કરતા માત્ર 35 બોલમાં 83 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના કારણે મુંબઈ મેચ જીતવામાં સફળ રહ્યું હતું. આ જીત સાથે મુંબઈની ટીમ IPLની એક સિઝનમાં ત્રણ વખત 200 પ્લસના લક્ષ્યનો પીછો કરનારી ટીમ બની ગઈ છે. મુંબઈએ IPL 2023માં 200 પ્લસના લક્ષ્યાંકનો ત્રણ વખત પીછો કર્યો છે. તે જ સમયે, CSKએ 2018માં અને 2014માં પંજાબ કિંગ્સે બે વખત 200 પ્લસના લક્ષ્યનો પીછો કર્યો હતો.

IPLની એક સિઝનમાં સૌથી વધુ વખત 200 પ્લસ રનના ટાર્ગેટ ચેસ કરનારી ટીમો

1. 2023માં મુંબઈ ઈન્ડિયન્સ – 3 વખત
2. 2014માં પંજાબ કિંગ્સ – 2 વખત
3. 2018 માં ચેન્નાઈ સુપર કિંગ્સ – 2 વખત

IPLના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સે 4 વખત 200 પ્લસના ટાર્ગેટને ચેસ કર્યો છે. આ મામલામાં તે બીજા નંબર પર છે. પંજાબ કિંગ્સની ટીમ નંબર વન પર છે, જેણે IPLના ઈતિહાસમાં પાંચ વખત 200 પ્લસના ટાર્ગેટને ચેસ કર્યો છે. તે જ સમયે, આઈપીએલના ઈતિહાસમાં, મુંબઈની ટીમે અત્યાર સુધીમાં 200 પ્લસના ટાર્ગેટને ચેસ 20 વખત કર્યો છે.

IPLમાં સૌથી વધુ વખત 200 પ્લસ રનના ટાર્ગેટને ચેસ કરતી ટીમો:

પંજાબ કિંગ્સ – 5 વખત
મુંબઈ ઈન્ડિયન્સ – 4 વખત
ચેન્નાઈ સુપર કિંગ્સ – 3 વખત
KKR – 2 વખત
રાજસ્થાન રોયલ્સ – 2 વખત

IPLમાં સૌથી વધુ વખત 200 પ્લસ રનનો લક્ષ્યાંક રાખનાર ટીમો:

ચેન્નાઈ સુપર કિંગ્સ – 27 મેચ
RCB – 24 મેચ
પંજાબ કિંગ્સ – 21 મેચ
મુંબઈ ઈન્ડિયન્સ – 20 મેચ
કોલકાતા નાઈટ રાઈડર્સ – 19 મેચ
રાજસ્થાન રોયલ્સ – 18 મેચ
સનરાઇઝર્સ હૈદરાબાદ – 14 મેચ
દિલ્હી કેપિટલ્સ – 10 મેચ