Site icon Revoi.in

આ રાજ્યમાં  પ્રથમ વખત માર્ચ મહિનામાં યોજાશે ઓનલાઈન યોગાસનની સ્પર્ધા

Social Share

દિલ્હીઃ-દેશના યુવાઓને રમત ગમતની સાથે યોગમાં પણ રસ પડે તે હેતુથી હવે યોગની ઓનલાઈન સ્પર્ઘાનું આયોજન કરવામાં આવ્યું છે,રાષ્ટ્રીય યોગાસન સ્પોર્ટસ એસોસિએશનના પ્રમુખ અને ભારત સરકારના મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થાના નિયામક એવા ડો.આઈ.ડી.વાસવ રેડ્ડીએ કહ્યું છે કે, કેન્દ્રીય રમત મંત્રાલય દ્વારા યોગાસનને રમતનો દરજ્જો આપવાના આ ખાસ પરિણામો હશે.

આ અતંર્ગત યુવાનોને હવે યોગમાં રસ પડશે.હિમાચલ પ્રદેશ રાજ્યના યોગાસન સ્પોર્ટસ એસોસિએશનના ચાર દિવસીય ઓનલાઇન યોગ તાલીમ કાર્યક્રમના સમાપન સમારોહમાં સોમવારે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી તેમણે કહ્યું કે ડિસેમ્બર પહેલા યોગ આયુષ મંત્રાલય હેઠળ હતો. હવે રમત મંત્રાલયે તેને ઔપચારિક રીતે રમતગમતનો દરજ્જો આપ્યો છે.

સ્ટેટ યોગાસન સ્પોર્ટસ એસોસિએશનના જનરલ સેક્રેટરી વિનોદ યોગાચાર્યે  આ બાબતે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંસ્થાના પ્રમુખ સ્વામી રામદેવની પ્રેરણા અને યુનિવર્સિટીના પૂર્વ અધ્યાપક ડો. ડો.જી.ડી.શર્માના માર્ગદર્શન હેઠળ રાજ્ય યોગાસન સ્પોર્ટસ એસોસિએશનની સ્થાપના આ વર્ષે કરવામાં આવી છે. તેમણે કહ્યું કે પ્રથમ રાજ્ય કક્ષાની યોગાસન સ્પર્ધા માર્ચ મહિનામાં યોજાશે.

ઉલ્લેખનીય છે કે યોગાસનને દેશમાં ઘણું મહત્વ આપવામાં આવી રહ્યું છે આ અંતર્ગત અનેક સ્પર્ધઆઓ અને મોટી સંખ્યામાં લોકોને યોગ કરવાની પ્રેરણા આપવામાં આવી રહી છે, ત્યારે હિમાચલ પ્રદેશમાં ઓલનાઈન યોગાસનની સ્પર્ધા દેશમાં આકર્ષણું કેન્દ્ર બનશે જે આજના સ્પોર્ટ જગતમાં યોગને પણ ખાસ દરજ્જો આપવા મહત્વનું પરિબળ સાબિત થશે

સાહિન-