Site icon Revoi.in

સિંગર યો યો હનિ  સિંહે પત્નીના આરોપ બાદ પહેલી વખત પોતાનું મૌન તોડ્યું, સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ શેર કરીને પત્નીના આરોપને નકાર્યા

Social Share

 

મુંબઈઃસિંગર અને રેપર યો યો હની સિંહ છેલ્લા કેટલાક સમયથી તેની પત્ની શાલિની તલવાર દ્વારા લગાવવામાં આવેલા આરોપોને કારણે ચર્ચામાં જોવા મળે છે. આવી સ્થિતિમાં, હની સિંહે પ્રથમ વખત સોશિયલ મીડિયા પર પોતાનું સત્તાવાર નિવેદન જારી કરીને પોતાની વ્યથા  વ્યક્ત કરી છે, આ આરોપો પર તેણે પોતાનું મૌન તોડ્યું છે.

હની સિંહે પોતાના સત્તાવાર નિવેદનમાં લખ્યું છે કે, ‘મારા 20 વર્ષનાં જીવનસાથી શ્રીમતી શાલિની તલવાર મારા અને મારા પરિવાર પર લગાવવામાં આવેલા ખોટા અને દુર્ભાવનાપૂર્ણ આરોપોથી હું ખૂબ જ દુખી અને વ્યથિત છું. આરોપ ગભીર રીતે નિંદનીય છે. મારા ગીતો માટે કઠોર ટીકાઓ, મારા સ્વાસ્થ્ય પર અટકળો અને નકારાત્મક મીડિયા કવરેજ હોવા છતાં, મેં ક્યારેય જાહેર નિવેદન અથવા પ્રેસ નોટ જારી કરી નથી.

https://www.instagram.com/yoyohoneysingh/?utm_source=ig_embed&ig_rid=82d3821b-6015-474b-8e4e-dd40ef14790c

 

હની સિંહે આગળ લખ્યું છે કે , ‘જોકે, આ વખતે મને આ બાબતે ચૂપ રહેવું યોગ્ય લાગ્યું નથી કારણ કે મારા પરિવાર, મારા વૃદ્ધ માતા -પિતા અને નાની બહેન પર કેટલાક આરોપો લગાવવામાં આવ્યા છે – જે મુશ્કેલ સમયમાં મારી પડખે હતા. હું 15 વર્ષથી આ ઈન્ડસ્ટ્રિઝ સાથે સંકળાયેલો છું અને દેશભરના કલાકારો અને સંગીતકારો સાથે કામ કર્યું છે. દરેક વ્યક્તિ મારી પત્ની સાથેના મારા સંબંધોથી વાકેફ છે, જે એક દાયકાથી મારા ક્રૂનો અભિન્ન ભાગ છે અને હંમેશા મારી સાથે શૂટિંગ, ઇવેન્ટ્સ અને મીટિંગ્સમાં રહે છે.

આ પછી હની સિંહ લખે છે કે, ‘હું તમામ આરોપોને સંપૂર્ણપણે નકારું છું પણ વધુ ટિપ્પણી નહીં કરું કારણ કે આ મામલો કોર્ટ સમક્ષ સુનવણી હેઠળ છે. મને આ દેશની ન્યાય વ્યવસ્થામાં સંપૂર્ણ વિશ્વાસ છે અને મને ખાતરી છે કે સત્ય ટૂંક સમયમાં બહાર આવશે. મામલો કોર્ટમાં છે અને માનનીય કોર્ટે મને આવા આક્ષેપોનો જવાબ આપવાની તક આપી છે. આ દરમિયાન, હું મારા ચાહકો અને જાહેર જનતાને નમ્ર વિનંતી કરું છું કે જ્યાં સુધી માનનીય અદાલત બંને પક્ષોનો ચુકાદો ન આપે ત્યાં સુધી મારા અને મારા પરિવાર વિશે કોઈ તારણ ન કાઢે.

પોતાના નિવેદનના અંતે હની સિંહે લખ્યું, ‘હું માનું છું કે ન્યાય મળશે અને સત્યનો વિજય થશે. હંમેશની જેમ, હું મારા ચાહકો અને શુભેચ્છકોના પ્રેમ અને સમર્થન માટે આભારી છું જેમણે મને વધુ મહેનત કરવા અને સારું સંગીત બનાવવા માટે પ્રેરિત કર્યા.