Site icon Revoi.in

વિદેશમંત્રી જયશંકર ઓસ્ટ્રિયન સમકક્ષને મળ્યા,અફઘાનિસ્તાન અને ઈન્ડો-પેસિફિકની સ્થિતિ પર કરી ચર્ચા

Social Share

દિલ્હી:વિદેશ મંત્રી એસ. જયશંકર ગુરુવારે અહીં તેમના ઑસ્ટ્રિયન સમકક્ષ એલેક્ઝાન્ડર શેલેનબર્ગને મળ્યા હતા અને બંને નેતાઓએ દ્વિપક્ષીય મુદ્દાઓ તેમજ અફઘાનિસ્તાન અને ઈન્ડો-પેસિફિકની સ્થિતિ પર ચર્ચા કરી હતી.જયશંકર તેમના સ્લોવાકિયા અને ચેક રિપબ્લિકના બે દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં ગુરુવારે અહીં પહોંચ્યા હતા.

વિદેશ મંત્રીએ ટ્વિટ કર્યું, “ઓસ્ટ્રિયાથી મારા મિત્ર શેલેનબર્ગને મળીને ખૂબ આનંદ થયો. માર્ચની મુલાકાતથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગમાં થયેલી પ્રગતિની નોંધ લીધી. અમે યુક્રેન-રશિયા સંઘર્ષ અને તેના પરિણામો અંગેના તેમના પરિપ્રેક્ષ્યની પ્રશંસા કરીએ છીએ.” અફઘાનિસ્તાન અને ઈન્ડો-પેસિફિકની સ્થિતિ પર પણ ચર્ચા કરી.

જયશંકરની મુલાકાત એવા સમયે થઇ રહી છે જ્યારે યુરોપ યુક્રેન પર રશિયન આક્રમણની અસરોથી ઝઝૂમી રહ્યું છે. 2-4 જૂન સુધી સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવામાં તેમના રોકાણ દરમિયાન જયશંકર વડાપ્રધાન એડવર્ડ હેગરને મળશે અને વિદેશમંત્રી ઇવાન કોરકોક સાથે દ્વિપક્ષીય વાટાઘાટોમાં ભાગ લેશે.વિદેશ મંત્રી ગ્લોબસેક-2022 ફોરમમાં પણ હાજરી આપશે. જયશંકર સ્લોવાકિયા અને ચેક રિપબ્લિકમાં ભારતીય વિદ્યાર્થીઓ સહિત ભારતીય ડાયસ્પોરા સાથે પણ વાતચીત કરશે.