Site icon Revoi.in

વિદેશમંત્રી એસ જયશંકર અને અમેરિકી વિદેશમંત્રી બ્લિંકને ફોન પર કરી વાત – યૂક્રેન સંક્ટ પર થઈ ચર્ચા

Social Share

દિલ્હીઃ- હાલ રશિયા અને યુક્રેન સંકટને લઈને વિશ્વભરમાં ચર્ચાઓ છે ત્યારે આ સંકટ પર ભારત પણ ચિંતિત છે,પ્રાપ્ત જાણકારી પ્રમાણે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે રાત્રે ફોન પર વાતચીત કરી હતી.

આ બન્બંને વિદેશ  મંત્રીઓ વચ્ચે પ્રાદેશિક પ્રાથમિકતાઓ, યુક્રેનમાં તખળી રહેલી માનવતાવાદી પરિસ્થિતિ અને મુક્ત ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ચર્ચા થઈ હતી.

આ ફોન પર થયેલી વાત મામલે સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે જણાવ્યું હતું કે બંને નેતાઓએ પ્રાદેશિક પ્રાથમિકતાઓની સમીક્ષા કરવા માટે વાત કરી હતી, જેમાં યુક્રેનમાં કથળી રહેલી માનવતાવાદી પરિસ્થિતિ અને ખુલ્લા, સુરક્ષિત અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિકને પ્રોત્સાહન આપવાના અમારા સહિયારા પ્રયાસોનો સમાવેશ થાય છે, જેમાં તમામની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો સમાવેશ થાય છે.

જો કે આ વાતચીત મામલે ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે પણ કહ્યું કે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે તેમની ફળદાયી વાતચીત થઈ. ઉલ્લેખનીય છે કે  બુધવારે મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકાના ત્રણ દેશોનો પ્રવાસ સમાપ્ત કર્યો હતો, અલ્જેરિયાને રશિયા સાથેના સંબંધો મર્યાદિત કરવા વિનંતી કરી. 

Exit mobile version