Site icon Revoi.in

ગુજરાતના પૂર્વ DGP એસ.એસ.ખંડવાવાલા BCCIના એન્ટી કરપ્શન યુનિટના બન્યા નવા ચીફ

Social Share

અમદાવાદઃ ઈન્ડિયન પ્રિમિયર લીગ એટલે કે આઈપીએલનો આગામી દિવસોમાં પ્રારંભ થઈ રહ્યો છે. દરમિયાન બીસીસીઆઈના એન્ટી કરપ્શન યુનિટના નવા ચીફ તરીકે ગુજરાતના પૂર્વ પોલીસ વડા એસ.એસ. ખંડવાવાલાની નિયુક્તિ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બીસીસીઆઈના એન્ટી કરપ્શન યુનિટના ચીફ અજીતસિંહનો કાર્યકાળ 31મી માર્ચના રોજ પૂર્ણ થઈ ગયો હતો. જેથી નવા ચીફ તરીકે ખંડવાવાલાની પસંદગી કરવામાં આવી છે. જોકે અજીતસિંહ નવા ચીફની મદદ માટે કેટલાક દિવસ સુધી પોતાનું કાર્ય જારી રાખશે. 1973 બેચના આઈપીએસ અધિકારી ખંડાવાવાલા વર્ષ 2010માં ગુજરાતના ડીજીપી પદ પરથી નિવૃત્ત થયા હતા. આ પહેલા તેઓ અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનર તરીકે પણ સેવા આપી ચુક્યાં હતા.

ખંડવાવાલાએ જણાવ્યું હતું કે, આ એક ગૌરવની વાત છે કે હું બીસીસીઆઈનો હિસ્સો બની રહ્યો છુ. જે વિશ્વનું સૌથી સારુ ક્રિકેટ સંગઠન છે. સુરક્ષા મામલાના મારા અનુભવનો ફાયદો મને આ નવા કામમાં મળશે.