Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા કોરોના પોઝિટિવ,બીજી વખત થયા સંક્રમિત   

Social Share

શ્રીનગર:નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાનો કોરોના ટેસ્ટ ફરી એકવખત પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ હોમ આઈસોલેશનમાં છે.પાર્ટીએ શનિવારે આ અંગે જાણકારી આપી હતી.

તેમણે કહ્યું કે અબ્દુલ્લામાં કોરોનાના હળવા લક્ષણો છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે.પાર્ટીના પ્રવક્તાએ કહ્યું કે,ડો અબ્દુલ્લાએ થોડા દિવસ પહેલા જ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.તેનામાં કોરોનાના હળવા લક્ષણો હતા અને હવે તે સ્વસ્થ થઈ રહ્યા છે. ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે.અગાઉ, અબ્દુલ્લા 30 માર્ચ, 2021 ના ​​રોજ કોરોના સંક્રમિત થયા હતા.

ગઈકાલે હજુ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ફરી એકવાર કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા હતા. અગાઉ જૂનમાં પણ તેને કોરોના થયો હતો.ત્યારબાદ તેને ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું. પાર્ટીના રાજ્યસભા સાંસદ જયરામ રમેશે આ અંગે જાણકારી આપી હતી. સોનિયા ગાંધીની પુત્રી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ આ સપ્તાહની શરૂઆતમાં કોવિડ-19થી સંક્રમિત જોવા મળ્યા હતા.

 

Exit mobile version