Site icon Revoi.in

જમીન કૌભાંડ મામલે ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનને મોટી રાહત, હાઈકોર્ટમાંથી મળ્યાં જામીન

Social Share

નવી દિલ્હીઃ ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનને હાઈકોર્ટે મોટી રાહત આવી છે. કોર્ટે કથિત જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં જામીન મંજુર કર્યાં છે. કોર્ટે સોરેનની જામન અરજી ઉપર ચુકાદો 13મી જૂને અનામત રાખ્યો હતો. સોરેનના સિનિયર વકીલ અરુણાભ ચૌધરીએ જણાવ્યું હતું કે, સોરેનને જામીન મળી ગયા છે.

ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના કાર્યકારી પ્રમુખ સોરેનની મની લોન્ડરિંગ કેસની તપાસના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 31 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. સોરેન (48) હાલ બિરસા મુંડા જેલમાં છે. સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વકીલ એસવી રાજુએ દલીલ કરી હતી કે જો સોરેનને જામીન પર છોડવામાં આવશે તો તે ફરીથી આવો જ ગુનો કરશે.

સોરેન સામેની તપાસ રાંચીમાં 8.86 એકર જમીન સાથે જોડાયેલી છે. એજન્સીએ 30 માર્ચે અહીંની વિશેષ PMLA કોર્ટમાં સોરેન, પ્રસાદ, સોરેનના કથિત ‘ફ્રન્ટમેન’ રાજ કુમાર પહાન અને હિલારિયાસ કછપ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનના કથિત સહયોગી બિનોદ સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. સોરેને રાંચીની સ્પેશિયલ કોર્ટ સમક્ષ જામીન અરજી દાખલ કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે તેમની ધરપકડ રાજકીય રીતે પ્રેરિત છે અને તેમને ભાજપમાં જોડાવા માટે દબાણ કરવાના આયોજિત કાવતરાનો ભાગ છે.

Exit mobile version