Site icon Revoi.in

પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે શ્રીલંકા છોડી શકશે નહીં,કોર્ટે મુક્યો પ્રતિબંધ  

Social Share

દિલ્હી:શ્રીલંકામાંથી આ સમયે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે શ્રીલંકાના પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેને દેશ છોડવા પર રોક લગાવી દીધી છે.મહિન્દા રાજપક્ષેની સાથે કોર્ટે તેમના ભાઈ બાસિલ રાજપક્ષેને પણ દેશ છોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.શ્રીલંકાના સંકટ માટે રાજપક્ષે પરિવારને જવાબદાર ગણવામાં આવે છે.

નોંધનીય છે કે ગયા અઠવાડિયે મહિન્દા રાજપક્ષેના નાના ભાઈ બાસિલે દેશ છોડવાનો પ્રયાસ કર્યો હતો.આ પછી તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.બેસિલ રાજપક્ષેની સરકારમાં નાણામંત્રી હતા.તેમણે એપ્રિલમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તે જ સમયે, મહિન્દા રાજપક્ષેએ 9 મેના રોજ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું.

ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની સ્થિતિ ખરાબ છે. 22 કરોડની વસ્તી ધરાવતો દેશ સાત દાયકામાં સૌથી ખરાબ આર્થિક સંકટ સામે લડી રહ્યો છે, જેના કારણે લોકોને ખોરાક, દવા, બળતણ અને અન્ય આવશ્યક ચીજો ખરીદવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ બુધવારે રાજીનામું આપવાનું વચન આપ્યું હતું પરંતુ તેમણે એક દિવસ બાદ એટલે કે 14 જુલાઈએ રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.તેમણે ઈ-મેલ દ્વારા સ્પીકરને પોતાનું રાજીનામું પત્ર મોકલ્યું હતું.તેઓ દેશમાંથી ભાગી ગયા પછી, વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.