Site icon Revoi.in

પંજાબના પૂર્વ સીમ કેપ્ટન અમરિન્દર સિંહ બીજેપીમાં જોડાશે – 19 સપ્ટેમ્બરના રોજ પાર્ટીનો કરશે બીજેપીમાં વિલય

Social Share

ચંદિગઢઃ- પંજાબના રાજકરણમાં અનેક અટકળો વચ્ચે હવે નવા સમાચાર સામે આવી રહ્યા છે જે પ્રમાણે રાજ્યના પૂર્ણ સીએમ અમરિંદર સિંહ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે ,19સપ્ટેમ્બરના રોજ તેઓ પોતાની પાર્ટીનો બીજેપીમામં વિલય કરવા જઈ રહ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર ‘પંજાબ લોક કોંગ્રેસ’નું બીજેપીમાં વિલય થવા જઈ રહ્યુ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના બે દિવસ પછી કેપ્ટન અમરિન્દર સિંહ તેમની પાર્ટીનું ભાજપમાં વિલય કરશે.રાજધાની નવી દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં કેપ્ટન અમરિંદર સિંહ ભાજપમાં જોડાશે. 

જાણકારી પ્રમાણે આ વિલયમાં પંજાબના 6 થી 7 પૂર્વ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાશે તેવી વાત સામે આવી છે. જે નેતાઓ કેપ્ટન સાથે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે તેમાં કેપ્ટન અમરિંદર સિંહના પુત્ર રણ ઈન્દર સિંહ, પુત્રી જય ઈન્દર કૌર અને પૌત્ર નિર્વાણ સિંહના નામ સામે આવ્યા છે.

થોડા દિવસો પહેલા કેપ્ટન અમરિન્દર સિંહે દિલ્હીની મુલાકાત લીધી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. રાજકીય વર્તુળોમાં એવી અટકળો વહેતી થઈ હતી કે ભૂતપૂર્વ સીએમને શક્ય તેટલી વહેલી તકે વિલીનીકરણ માટે આગળ વધવાની મંજૂરી મળી હતી ત્યારે હવે આ અટકળો સાચી પડતી જોવા મળી છે.

વર્ષ 2024ની સામાન્ય ચૂંટણી પહેલા પંજાબના રાજકારણ પર મોટી અસર થઈ રહી છે. પંજાબના મુદ્દાઓની ચર્ચા વિલીનીકરણની યોજનાના ભાગરૂપે, કેપ્ટન અમરિન્દર સિંહ ઔપચારિક રીતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં નવી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે ભાજપનું સભ્યપદ ઘારણ કરશે