Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અજય માણિકરાવ ખાનવિલકરને ભારતના નવા લોકપાલ તરીકે નિયુક્ત કરાયાં

Social Share

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અજય માણિકરાવ ખાનવિલકરને ભારતના નવા લોકપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમના પહેલા સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષ આ પદ પર હતા. જસ્ટિસ પ્રદીપ કુમાર મોહંતી તેમની નિવૃત્તિ પછી કાર્યકારી લોકપાલ હતા.

જસ્ટિસ ખાનવિલકર મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ અજય માણિકરાવ ખાનવિલકરે મધ્યપ્રદેશ હાઈકોર્ટ, જબલપુરની મુખ્ય બેંચમાં વ્યાપમ કૌભાંડના કેસોની મેરેથોન સુનાવણી દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

અજય માણિકરાવ ખાનવિલકરને માર્ચ 2000માં બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી તેમને હિમાચલ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશનું પદ આપવામાં આવ્યું. આ જવાબદારી સંભાળ્યા બાદ તેમને 2013માં મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2016માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત થયાના છ વર્ષ બાદ તેઓ 2022માં નિવૃત્ત થાય હતા.

27 મે 2022માં લોકપાલ પિનાકીચન્દ્ર ઘોષની મુદત પૂરી થયાનાં બે વર્ષ સુધી આ પદ ખાલી રહ્યા બાદ આ નિયુક્તિ કરવામાં આવી છે. જસ્ટિસ ખાનવિલકર જુલાઇ 2022માં નિવૃત્ત થયા હતા. આ સિવાય ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય સચિવ અને 1986ની બેચના આઇએએસ પંકજકુમારની પણ લોકપાલ કચેરીમાં ન્યાયિકોત્તર સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ એએમ ખાનવિલકરને મંગળવારે લોકપાલના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. લોકપાલના નિયમિત અધ્યક્ષનું પદ 27 મે, 2022 ના રોજ ન્યાયમૂર્તિ પિનાકી ચંદ્ર ઘોષની નિવૃત્તિ પછી ખાલી હતું. લોકપાલના ન્યાયિક સભ્ય જસ્ટિસ પ્રદીપ કુમાર મોહંતી કાર્યકારી અધ્યક્ષની ભૂમિકા ભજવી રહ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ અજય માણિકરાવ ખાનવિલકરને લોકપાલના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. જસ્ટિસ ખાનવિલકર જુલાઈ 2022માં સર્વોચ્ચ અદાલતમાંથી નિવૃત્ત થયા હતા.