Site icon Revoi.in

ઉત્તરપ્રદેશના પૂર્વ સીએમ કલ્યાણ સિંહની તબિયત નાજુકઃ વેન્ટિલેટર સપોર્ટ  પર રાખવામાં આવ્યા

Social Share

 

લખનૌઃ છેલ્લા ઘણા દિવસોથી ઉત્તરપ્રદેશના પૂર્વ સીએમ કલ્યાણ સિંહની તબિયત અસ્વસ્થ જોવા મળી રહી છે, તેઓ 4  જુલાઈના રોજથી લખનૌ સ્થિત એસજીપીજીઆઈ હોસ્ટિલમાં સારવાર હેઠળ છે, ત્યારે આજરોજ મળતી માહિતી મુજબ કલ્યાણ સિંહની તબિયત વધુ ખરાબ થઈ હતી,  બુધવારની રાતથી તેઓને વેન્ટિલેટર પર રાકવાની ફરજ પડી હતી, ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે તેમના ફેફસા,લિવર,મગજ જેવા મુખ્યઅંગો સારી રીતે કાર્ય કરી રહ્યા નથી,જેને લઈને તેમની તબિયત અસ્થિર જોવા મળી રહી છે.

મળતી માહિતી પ્રમાણે ગઈકાલથી જ તેઓ ઓક્સિજન લઈ શકતા નહોતા. મંગળવારે રાત્રે, તેમના ફેફસામાં ઓક્સિજન ન આવતું હોવાથી ડોકટરોએ તેના ગળામાં એક મિકેનિકલ વેન્ટિલેશન નાખીને ઓક્સિજન આપવાનું શરૂ કર્યું હતું. છત્તા પણ બુધવારે રાત્રે તેમની હાલત વધુ વણસી હતી. આ પછી તેઓને વેન્ટિલેટરમાં ખસેડવામાં આવ્યા હતા.

પૂર્વ મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય વિશે એસજીપીજીઆઈના ડાયરેક્ટર ડો.ધિમાને માહિતી આપી હતી, તેમણે આ બાબતે કહ્યું કે ક્રિટિકલ કેર મેડિસિનના આઈસીયુમાં વેન્ટિલેટર સપોર્ટ પર તેમને લેવામાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રીની સારવારમાં રોકાયેલા નિષ્ણાંત ડોકટરોની ટીમે ગુરુવારે સવારે વોર્ડનું નિરીક્ષણ કર્યું અને તેમની તબિયત લથડી. ડોક્ટરોએ તેની હાલત ખૂબ જ નાજુક ગણાવી છે.