Site icon Revoi.in

કચ્છની ઘરા ફરી ઘ્રુજી – મોડી રાતે એક પછી એક 4 આચંકા આવતા લોકો ભયભીત થયા

Social Share

અમદાવાદઃ-કચ્છ કે જ્યા અવાર નવાર ભૂકંપની ઘટના બનતી હોય છે, એહીં ભુકંપના આચંકા આવારનવાર આવતા રહેતા હોય છે ત્યારે વિતેલી મોડી રાતે ફરી એક વખત કચ્છની ઘરા ઘ્રુજી ઉઠી હતી.ક્ચ્છમાં મોડી રાતે અને વહેલી સવારની વચ્ચેના સમયગાળા દરમિયાન ઉપરાઉપરી ચાર આંચકા આવવાથી લોકો ભયભીત બની ગયા હતા અને ઘરમાંથી દોડી આવ્યા હતા.

કચ્છમાં ભૂકંપનો સિલસોલ જારી છે વિતેલી રાતે અહીં એક નહિપરંતુ ઉપરા ઉપરી ચાર ભકંપના આંચકા અનુભવાયા છે. સિસ્મોલોજી યંત્ર પર ચાર આંચકા નોંધાયા છે. કચ્છમાં મોડી રાત્રે 2.07 વાગે 36 કિલોમીટર દૂર ખાવડા પાસે 1.5 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. બીજો આંચકો 2.11 કલાકે 1.3 ની તીવ્રતાનો કો 41 કિલોમીટર દુર ખાવડા પાસે નોંધાયો હતો.

ત્યારે ફરી તો મોડી રાત્રે 2 વાગ્યેને 14 કલાકે 9 કિલોમીટર દૂર દુધઈ પાસે 2.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો ત્યાર બાદ વહેલી સવારે 6.29 કલાકે 22 કિમી ભચાઉ પાસે 1.2 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-5 આ વિસ્તાર સમાવેશ પામે છે,થોડા થોડા સમયના અતંરે આવેલા આ 4 આચંકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, આમ કચ્છમાં ઠંડી અને ભૂકંપ કુદરતી બે આફતોનો લોકો સામનો કરી રહ્યા છે, છેલ્લા કેટલાક દિવસમાં ભૂકંપના આંચકા આવી રહ્યા છે.

સાહિન-

 

Exit mobile version