Site icon Revoi.in

ગુજરાતની બેંકોમાં ફ્રેન્કિંગનો પરવાનો સરકારે રિન્યુ ન કરતાં સેવા બંધ, લોકોને પડતી મુશ્કેલી

Social Share

ગાંધીનગરઃ ગુજરાતની તમામ બેંકોમાં ચાલી રહેલી ફ્રેન્કિંગ સિસ્ટમ બંધ કરાઈ છે. તમામ બેંકમાં ફ્રેન્કિંગનો પરવાનો રીન્યુ ન કરાતા ફ્રેન્કિંગ સિસ્ટમ બંધ થઈ છે. સરકારી દસ્તાવેજીકરણ સહિતની કામગીરી માટે સ્ટેમ્પ લગાડવાની જરૂરીયાત ન રહે અને કામ ઝડપી બને તેવા હેતુથી ફ્રેન્કિંગ મશીનો બેંકોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા, પરંતુ સરકાર તરફથી ફ્રેન્કિંગ મશીનનો પરવાનો રીન્યુ કરાયો નથી. જેથી બેંકમાં ફ્રેન્કિંગ મશીનના પરવાનેદારો સ્ટેમ્પિંગ કરી શકશે નહીં.  ફ્રેન્કિંગ મશિન બંધ થતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. અને ઇ-સ્ટેમ્પિગ કરાવું પડી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની બેંકોમાં ચાલી રહેલી ફ્રેન્કિંગ સિસ્ટમ બંધ કરવામાં આવી છે અને સરકારે  આ અંગેનો પરવાનો રિન્યૂ કર્યો નથી.   ફ્રેન્કિંગ મશીનનો પરવાનો રીન્યુ ન કરાતા ફ્રેન્કિંગ સિસ્ટમ બંધ કરવામાં આવી છે  ખાસ તો મકાન દસ્તાવેજ પર ફ્રેન્કિંગ મશીનથી  સ્ટેમ્પિંગ કરવામાં આવતું હતું, હવે ફ્રેન્કિંગ મશીનના પરવાનેદારો સ્ટેમ્પીંગ કરી શકશે નહીં. બેંક લોકર્સને લઈને નવા વર્ષના પહેલા દિવસથી જ નવા નિયમો લાગુ કરાયા છે.  આરબીઆઈના નિયમો અનુસાર, 1 જાન્યુઆરી, 2023થી, રિઝર્વ બેંક લોકર સંબંધિત નિયમોમાં ફેરફાર કરાયો છે. જેની સીધી અસર ગ્રાહકો પર પડશે. આ નિયમથી ગ્રાહકોને મોટો ફાયદો થશે. આ નિયમ અનુસાર, જો લોકરમાં રાખવામાં આવેલા સામાનને કોઈ નુકસાન થાય છે, તો બેંકે તેની ભરપાઈ કરવી પડશે. એટલું જ નહીં, ગ્રાહકોએ 31 ડિસેમ્બર સુધી એક કરાર પર હસ્તાક્ષર કરવાના રહેશે, જેમાં લોકર વિશેની તમામ માહિતી આપવામાં આવશે. આ સાથે, બેંક ગ્રાહકોને તેમની આવશ્યક વસ્તુઓ વિશે હંમેશા અપડેટ કરવામાં આવશે.