Site icon Revoi.in

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોંએ પીએમ મોદીના સન્માનમાં ડિનરનું કર્યું આયોજન

Social Share

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસના પ્રવાસે છે. PM નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાત્રે પેરિસમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા. આ પછી પીએમ મોદીના સન્માનમાં એલિસી પેલેસમાં ખાનગી ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સત્તાવાર નિવાસસ્થાન એલિસી પેલેસમાં હોસ્ટ કર્યા હતા.

પીએમ મોદી ગુરુવારે બે દિવસની સત્તાવાર મુલાકાતે પેરિસ પહોંચ્યા હતા. એરપોર્ટ પર ફ્રાન્સના પીએમ એલિઝાબેથ બોર્ન દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાત્રિભોજન પહેલા વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કર્યું,”એક નજીકના મિત્રને મળ્યા. રાષ્ટ્રપતિ મેક્રોને ઐતિહાસિક એલિસી પેલેસમાં ખાનગી રાત્રિભોજન માટે પીએમ નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. બંને નેતાઓ માટે તેમની મિત્રતાના બંધનને વધુ મજબૂત બનાવવા અને ગાઢ સંબંધોને વળગી રહેવાની તક છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ભવ્ય રાત્રિભોજન માટે મેક્રોનનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે હું આજે સાંજે એલિસી પેલેસમાં મારી યજમાની કરવા બદલ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને શ્રીમતી મેક્રોનનો આભાર માનું છું.

આ પહેલા પીએમ મોદીએ પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારતની ધરતી પણ મોટા પરિવર્તનની સાક્ષી બની રહી છે. તેની કમાન્ડ ભારતના યુવાનો અને બહેનો અને દીકરીઓ પાસે છે. આજે સમગ્ર વિશ્વ ભારત પ્રત્યે નવી  ઉમ્મીદ અને નવી આશાઓથી ભરેલું છે. આ અપેક્ષા નક્કર પરિણામોમાં ફેરવાઈ રહી છે. તેની મહત્વની શક્તિઓમાંની એક ભારતનું માનવ સંસાધન છે અને તે સંકલ્પોથી ભરેલું છે. તે ભારતના લોકતાંત્રિક મૂલ્યો સાથે મક્કમતાથી આગળ વધી રહ્યું છે.

ભારત હવે સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવી રહ્યું છે. હું એક સંકલ્પ લઈને આવ્યો છું, મારી દરેક કણ અને દરેક ક્ષણ દેશવાસીઓ માટે છે. તેમના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે વિશ્વના 46% વાસ્તવિક સમયના ડિજિટલ વ્યવહારો ભારતમાં થાય છે.