Site icon Revoi.in

અમદાવાદમાં ગીતા મંદિર પાસેથી રૂ. બે કરોડના ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસે અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પાસેથી એસઓજી ક્રાઈમે ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યાં હતા. બંને આરોપીઓ પાસેથી લગભગ રૂ. 2 કરોડની કિંમતનું 2 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવતા ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠ્યાં હતા.

વાંચોઃ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચને સામાન્ય ગુનાને બદલે ડ્રગ્સ નેટવર્કને તોડી પાડવાની કામગીરી કરવા પોલીસ કમિશનરની તાકીદ

પ્રાપ્ત માહિતી અનુસાર ગીતા મંદિર પાસેથી એસઓજીએ ચોક્કસ માહિતીના આધારે વોચ ગોઠવીને બે શખ્સોને 2 કિલો એમડી ડ્રગ્સના ઝડપી લેવામાં આવ્યાં હતા. પોલીસની તપાસમાં ઉત્તરપ્રદેશનો એક શખ્સ એસટી બસમાં ડ્રગ્સનો જથ્થો ડિલીવરી કરવા માટે અમદાવાદ આવ્યો હોવાનું ખૂલ્યું હતું. એસઓજીએ ઝડપી લીધેલા બે પૈકી એક શખ્સ ડ્રગ્સના જથ્થાની ડિલીવરી લેવા માટે આવ્યો હતો. આરોપીઓ પાસેથી ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાતા અધિકારીઓ ચોંકી ઉઠ્યાં હતા. તેમજ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને આ રેકેટમાં સંડોવાયેલા અન્ય સાગરિતોને ઝડપી લેવા માટે કવાયત શરુ કરી છે.

એસઓજીએ સમગ્ર બનાવ અંગે ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લવાયો હતો અને અમદાવાદમાં કોને આપવાનો હતો તેની પણ તપાસ શરુ કરવામાં આવી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. પોલીસે ડ્રગ્સના રેકેટને તોડી પાડવા માટે કવાયતને વધારે તેજ બનાવી છે.