Site icon Revoi.in

રાજકારણથી લઈને રમત સુધી – રાજીનામાની જ જાહેરાત

Social Share

રાજીનામાંના ઘટનાક્રમની શરૂઆત વિજય રૂપાણીએ કરી હતી જેમાં તેમણે 11 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી ભાજપમાં ભારે ખળભળાટ મચાવી દીધેલો.

ત્યારબાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પણ 16 સપ્ટેમ્બરના રોજ T20 ફોર્મેટમાં કેપ્ટન પદેથી રાજીનામું આપી સૌને આશ્ચર્યમાં મુકી દીધેલા. કોહલીએ સોશિયલ મીડિયા પર આ અંગે જાહેરાત કરી હતી. તેમણે કહેલું કે T20 વર્લ્ડ કપ સુધી તેઓ ટીમના કેપ્ટન તરીકે જળવાઈ રહેશે. વિરાટ કોહલી 2017માં મહેન્દ્ર સિંહ ધોની બાદ T20ના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. તેઓ 4 વર્ષ સુધી આ પદ પર રહેલા. તેમણે 45 T20માં ટીમ ઈન્ડિયાનું નૈતૃત્વ કર્યું છે, જેમાંથી 27માં જીત મેળવી છે. વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે 45 મેચમાં 1520 રન બનાવ્યા છે જેમાં તેમની સરેરાશ 48.45 અને સ્ટ્રાઈક રેટ 143.18 રહ્યો છે. તેણે 12 અડધી સદી કરી છે અને સૌથી વધારે 94 (નોટઆઉટ) રન કર્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની જાહેરાતના બે દિવસ બાજ પંજાબના કેપ્ટને પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અમરિંદર સિંહે શનિવારે સાંજે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું.

રાજ્યપાલને રાજીનામું સોંપ્યા બાદ રાજભવનની બહાર મીડિયા સમક્ષ તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસમાં તેઓ અપનાનનો અહેસાસ કરતા રહ્યા છે.