1. Home
  2. Tag "Resignation"

રાષ્ટ્રપતિએ તેલંગાણાના રાજ્યપાલ ડો.તમિલિસાઇ સૌંદરરાજનનું રાજીનામું સ્વીકાર્યું

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિએ તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના ઉપરાજ્યપાલ તરીકે ડો.તમિલિસાઇ સૌંદરરાજનનું રાજીનામું સ્વીકાર્યું છે. ભારતનાં રાષ્ટ્રપતિએ નિયમિત વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ઝારખંડનાં રાજ્યપાલ  સી પી રાધાકૃષ્ણનને પોતાની ફરજો ઉપરાંત તેલંગાણાનાં રાજ્યપાલ અને પુડુચેરીનાં લેફ્ટનન્ટ ગવર્નરની કામગીરી અદા કરવાની પણ જવાબદારી સોંપી છે. આ નિમણૂક તે તારીખથી અમલમાં આવશે જે તારીખથી તેઓ પોતાનું પદ સંભાળશે.

લોકસભાની ચૂંટણીના ટાણે ઈલેક્શન કમિશનર અરૂણ ગોયલનું રાજીનામું, રાષ્ટ્રપતિ કર્યો સ્વીકાર

નવી દિલ્હીઃ  લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે જ ચૂંટણી કમિશનર અરૂણ ગોયલે રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. ભારતના ચૂંટણી પંચમાં મુખ્ય કમિશનર સહિત ત્રણ કમિશનરો હોય છે. જેમાં  એક ચૂંટણી કમિશનરની જગ્યા પહેલેથી જ ખાલી હતી. હવે ગોયલના રાજીનામા માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જ […]

રાજ્યસભા ચૂંટણીઃ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીને ઝટકો, વિધાનસભાના મુખ્ય દંડક મનોજ પાંડેએ આપ્યું રાજીનામું

લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજ્યસભાની 10 બેઠકો માટે આજે વિધાનસભામાં મતદાન ચાલી રહ્યું છે. રાજ્યસભા ચૂંટણીના મતદાન પહેલા સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને મોટો ઝટકો લાગ્યો હતો. તેમના વિશ્વાસુ, પક્ષના નેતા અને વિધાનસભામાં મુખ્ય દંડક મનોજ પાંડેએ રાજીનામું આપીને પક્ષમાં ચાલી રહેલી આંતરકલહ અને નારાજગી સ્પષ્ટ કરી દીધી છે. મનોજ પાંડે છેલ્લા […]

ઈઝરાયલ-હમાસના યુદ્ધ વચ્ચે પેલેસ્ટાઈનના પ્રધાનમંત્રી મોહમ્મદ શ્તયેહનું રાજીનામું

નવી દિલ્હીઃ પશ્ચિમ કાંઠે વધી રહેલી હિંસા અને ગાઝામાં યુદ્ધને કારણે પેલેસ્ટાઈનના પ્રધાનમંત્રી મોહમ્મદ શ્તયેહે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે પેલેસ્ટાઇન પર ઇઝરાયલના કબજા હેઠળના પશ્ચિમ કાંઠે તેનું શાસન અને વ્યવસ્થા સુધારવા માટે યુનાઇટેડ સ્ટેટ્સનું દબાણ છે. પેલેસ્ટિનિયન ઓથોરિટીના પ્રમુખ મહમૂદ અબ્બાસને પોતાનું રાજીનામું સુપરત કરતી વખતે પ્રધાનમંત્રી […]

લોકસભા ચૂંટણી પૂર્વે ટીએમસીને ફટકો, સાંસદ મિમી ચક્રવર્તીએ આપ્યું રાજીનામું

નવી દિલ્હીઃ તૃણમુલ કોંગ્રેસના સાંસદ મિમી ચક્રવર્તીએ પોતાના મતદાન વિસ્તારમાં સ્થાનિક પાર્ટીના નેતૃત્વ પર નારાજગી વ્યક્ત કરીને સાંસદના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર તેમણે પોતાનું રાજીનામું ટીએમસીના ચીફ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સોંપ્યું છે. વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીમાં મિમી ચક્રવર્તીએ જાદવપુર બેઠક ઉપરથી જીત મેળવી હતી. સાંસદ મિમી ચ્કરવર્તીએ જણાવ્યું […]

મહારાષ્ટ્રઃ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયાં

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર પૂર્વ મુખ્યમંત્રી અને સિનિયર નેતા અશોક ચવ્હાણ આજે ભાજપામાં સામેલ થયાં હતા. અશોક ચવ્હાણ મુંબઈમાં ભાજપા કાર્યાલય પહોંચ્યાં હતા જ્યાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત બાવનકુલેએ તેમનું સ્વાગત કર્યું હતું. અશોક ચવ્હાણની સાથે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમર રજુરકર પણ ભાજપમાં સામેલ થયાં હતા. અશોક ચવ્હાણ […]

ભાજપનું લોટસ ઓપરેશન, અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહનું રાજીનામું, હવે કેસરિયો ખેસ પહેરશે

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં ફરીવાર પક્ષ પલટાંની મોસમ શરૂ થઈ છે. જેમાં ભાજપ દ્વારા તો ઓપરેશન લોટસને સફળ બનાવવા સત્તવાર કમિટી પણ બનાવી છે. વિપક્ષના સભ્યોને યેનકેન પ્રકારે ભાજપનો ખેસ પહેરવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધરાસભ્યપદેથી રાજીનામું આપ્યું છે. વાઘેલા થોડા દિવસોમાં વિધિવત્ રીતે ભાજપમાં જોડાશે. […]

જેડીયુના અધ્યક્ષ પદેથી લલન સિંહે આપ્યું રાજીનામું, નીતિશ કુમાર સંભાળશે કમાન

નવી દિલ્હીઃ જેડીયુના રાષ્ટ્રીય અધિકારીઓની આજે મહત્વપૂર્ણ બેઠક દિલ્હીમાં મળી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે અધ્યક્ષ પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. તેમણે બેઠકમાં અધ્યક્ષ પદ માટે નીતિશ કુમારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. હવે મુખ્યમંત્રી નીતિશ કુમાર પોતે પાર્ટીની કમાન સંભાળી શકે છે. લાલન સિંહે રાજીનામાનું આપવાનું કારણ પણ જણાવ્યું હતું. […]

ગુજરાત વિધાનસભાઃ આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસના ધારાસભ્યએ આપ્યું રાજીનામું

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આગમી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેની ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે. બીજી તરફ ગુજરાતમાં ધારાસભ્યોના રાજીનામાના પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. દરમિયાન આજે કોંગ્રેસના ખંભાતના એમએલએ […]

MP: શિવરાજ સિંહે રાજ્યપાલને આપ્યું રાજીનામું, 14મી ડિસેમ્બરે નવી સરકાર શપથ ગ્રહણ કરશે

ભોપાલઃ મધ્યપ્રદેશમાં નવા મુખ્યમંત્રીની ભાજપા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ધારાસભ્ય દળની બેઠકમાં મોહન યાદવને મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રાજ્યપાલને મળ્યાં હતા. તેમજ પોતાનું રાજીનામું સોંપ્યું હતું. દરમિયાન મોહન યાદવે સરકાર બનાવવા માટે દાવો રજુ કર્યો હતો. જેથી આગામી 14મી ડિસેમ્બરના રોજ નવી સરકારનો શપથવિધી સમારોહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code