1. Home
  2. Tag "Resignation"

MP: શિવરાજ સિંહે રાજ્યપાલને આપ્યું રાજીનામું, 14મી ડિસેમ્બરે નવી સરકાર શપથ ગ્રહણ કરશે

ભોપાલઃ મધ્યપ્રદેશમાં નવા મુખ્યમંત્રીની ભાજપા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ધારાસભ્ય દળની બેઠકમાં મોહન યાદવને મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રાજ્યપાલને મળ્યાં હતા. તેમજ પોતાનું રાજીનામું સોંપ્યું હતું. દરમિયાન મોહન યાદવે સરકાર બનાવવા માટે દાવો રજુ કર્યો હતો. જેથી આગામી 14મી ડિસેમ્બરના રોજ નવી સરકારનો શપથવિધી સમારોહ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રૂપારેલિયાનું રાજીનામું, ફરજમુક્તિની માગ પણ કૂલપતિએ ના પાડી

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોનો પર્યાય બની ગઈ હતી. રોજબરોજ નવા નવા વિવાદો સર્જાતા હતા. જેમાં યુનિ.ના રજિસ્ટ્રાર ડો. રૂપારેલિયા પણ વિવાદના ઘેરામાં ફસાતા તેમણે દિવાળી પહેલા જ રજિસ્ટ્રારપદેથી રાજીનામું આપી દીધુ હતું અને હાલ પોતાને વહેલી તકે ફરજમુક્ત કરવાની માગ કરી રહ્યા છે પરંતુ  કુલપતિએ ઘસીને ના પાડીને જૂના પેન્ડિંગ ઇસ્યુ પૂર્ણ થાય તે બાદ […]

ચૂંટણી ટાણે કોંગ્રેસના ત્રીજા ધારાસભ્ય ભાવેશ કટારાએ રાજીનામું આપ્યુ, હવે ભાજપમાં જોડાશે

ગાંધીનગરઃ  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા ભાજપે આજે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ મોટાભાગની બેઠકો પરના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ઉપરાંત કોંગ્રેસે પણ કેટલીક બેઠકોના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. બીજી બાજુ દર વખતની જેમ આ વખતે પણ પક્ષપલટાની મોસમ ખીલી ઊઠી છે. કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાનું રાજીનામું

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો જોરશોરથી પ્રચાર શરૂ થઈ ગયો છે. ત્યારે દર વખતની જેમ ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ ખીલી ઉઠતી હોય તેમ આ વખતે પણ ચૂંટણી પહેલા કોંગ્રેસના વિસાવદરની બેઠકના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધુ છે. અને હવે ટુંક […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ ચેતન રાવલ સહિત ત્રણ પૂર્વ કોર્પોરેટરના કોંગ્રેસમાંથી રાજીનામાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે દર વખતની જેમ આ વખતે પણ કોંગ્રેસના નારાજ નેતાઓ કોંગ્રેસને છોડી રહ્યા છે. અમદાવાદના શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતન રાવલ તથા ત્રણ પૂર્વ કોર્પોરેટરોએ કોંગ્રેસમાંથી રાજીનામાં આપ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં ચૂંટણી અગાઉ જ ભંગાણ પડ્યું છે. કોંગ્રેસના હોદેદારો એક બાદ એક રાજીનામું […]

ભાવનગરના મહિલા કોલેજના આચાર્યને ભાજપને વહાલા થવાનું ભારે પડ્યુ, વિવાદ થતાં અંતે રાજીનામું

ભાવનગરઃ શહેરની ગાંધી મહિલા કોલેજનાં આચાર્યએ તાજેતરમાં જ એક નોટિસ જાહેર કરી ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાવવા માટે વિદ્યાર્થિનીઓને જણાવ્યું હતું. આ અભિયાન માટે વિદ્યાર્થિનીઓને ફરજિયાત કોલેજ આવવા જણાવ્યું હતું અને તેમને નોંધણી માટે પાસપોર્ટ સાઈઝનો ફોટો અને મોબાઈલ ફોન લઈ આવવા કહેવામાં આવ્યુ હતુ. કોલેજના મહિલા આચાર્યએ વિદ્યાર્થિનીઓને કરેલુ લેખિત ફરમાન સોશ્યલ મીડિયામાં વાયરલ થતા […]

કોંગ્રેસ શાસિત રાજુલા નગરપાલિકાના પ્રમુખનું રાજીનામું, 4 વર્ષમાં 6 વખત પ્રમુખ બદલાયા

અમરેલીઃ જિલ્લાના રાજુલા નગરપાલિકાના પ્રમુખ છત્રજીત ધાખડાએ જિલ્લા કલેક્ટરને રાજીનામું ધરી દીધું હતું. કોંગ્રેસ શાસિત રાજુલા નગરપાલિકામાં પ્રમુખે રાજીનામું ધરી દેતા રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. પારિવારિક કામના લીધે પ્રમુખ તરીકેનો સમય આપી શકતો ન હોવાથી પ્રમુખ પદ છોડવા માગું છું તેમ લેખિતમાં જણાવી નગરપાલિકા પ્રમુખે જિલ્લા કલેક્ટર સમક્ષ રાજીનામું ધરી દીધું હતું. જેને લઈ […]

ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના સુકાનીપદેથી રૂટનું રાજીનામું, નવા કેપ્ટન અંગે કવાયત શરૂ કરાઈ

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટે ટેસ્ટ ટીમના સુકાનીપદેથી રાજીનામું આપવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. ટેસ્ટ મેચોમાં ઈંગ્લેન્ડની ટીમના સતત ખરાબ પ્રદર્શનને કારણે જો રૂટે આ નિર્ણય લીધો હોવાનું મનાઈ રહ્યું છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા નવા કેપ્ટનની પસંદગી માટે કવાયત શરૂ કરી હોવાનું જાણવા મળે છે. રૂટ લાંબા સમય સુધી ઈંગ્લેન્ડનો કેપ્ટન હતો, […]

ગુજરાત કોંગ્રેસનો વધુ એક સિનિયર નેતાએ સાથ છોડ્યો, પાર્ટીની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી કોંગ્રેસ સત્તાથી દૂર છે. બીજી તરફ કોંગ્રેસમાં છેલ્લા કેટલાક વર્ષોથી આંતરીક જૂથવાદને પગલે કોંગ્રેસ ધીમે-ધીમે તૂટી રહી છે. તેમજ અનેક સિનિયર નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. દરમિયાન ગુજરાત કોંગ્રેસનો મજબુત પથ્થર ગણાતા જયરાજસિંહ પરમારે પણ અંતે કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. એટલું જ નહીં જયરાજસિંહ પરમારે […]

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી અસિત વોરાએ આપ્યુ રાજીનામું

આઈ.કે.જાડેજા અને બળવંતસિંહ રાજપુતે આપ્યું રાજીનામુ અસિત વોરાએ મુખ્યમંત્રીને આપ્યું રાજીનામુ અમદાવાદઃ ગુજરાત ગૌણ સેવાપસંદગી મંડળના હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના મુદ્દે વિવાદમાં ફસાયેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ આજે રાજીનામું આપ્યું હતું. આ ઉપરાંત અન્ય બોર્ડ-નિગમના ચેરમેન પદેથી આઈ.કે.જાડેજા અને બળવંતસિંહ રાજપુતે પણ રાજીનામુ આપ્યું હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code