Site icon Revoi.in

બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાથી લઈને પેટના દરેક મોટા રોગોનો રામબાણ ઈલાજ છે સર્પગંધા-જાણો તેના સ્વાસ્થ્ય લાભ

Social Share

સર્પગંધાને ભારતીય સ્નેકરૂટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ છોડ ખૂબ આરોગ્યપ્રદ છે.આયુર્વેદમાં આ છોડનું ઘણું મહત્વ છે.છોડના મૂળનો ઉપયોગ આયુર્વેદમાં વિવિધ રોગોની સારવાર માટે થાય છે. ભારતીય સ્નેકરૂટ નાના ગુલાબી અને સફેદ ફૂલો ધરાવે છે. આ છોડ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આવો જાણીએ તેના સ્વાસ્થ્ય લાભો.

બ્લડ પ્રેશરને કરે છે નિયંત્રિત

શું તમે જાણો છો કે,ભારતીય સ્નેકરૂટનો ઉપયોગ બ્લડ પ્રેશરની દવાઓ બનાવવામાં વ્યાપકપણે થાય છે ? આનું કારણ એ છે કે છોડમાં રિસર્પાઈન નામનું રાસાયણિક તત્વ હોય છે.તે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

તણાવ અને ચિંતા કરે છે દૂર  

ભારતીય સ્નેકરૂટ છોડના મૂળને ચાવવાથી મન શાંત થાય છે.તણાવ અને ચિંતા ઓછી થાય છે.અનિદ્રાની સારવારમાં પણ તેનું સેવન ખૂબ જ મદદગાર છે.

પેટ સંબંધિત સમસ્યાઓને કરે છે દૂર  

તે માસિક સ્રાવની સમસ્યાઓની સારવારમાં પણ ઉપયોગી છે. તે પેટને સાફ કરવામાં મદદ કરે છે અને તેની સામાન્ય કામગીરીને પ્રોત્સાહન આપે છે. તેનું સેવન કરવાથી કબજિયાત, ઝાડા જેવી સામાન્ય સમસ્યાઓનો ઈલાજ થાય છે.