Site icon Revoi.in

નવા વર્ષથી તમારા પીએફ ખાતાની રકમમાં થઈ શકે છે વધારો -6 કરોડ ખાતાધારકોને 8.5 ટકા વ્યાજનો મળશે લાભ

Social Share

નવી દિલ્હીઃ આવનારા વર્ષમાં પીએફ ઘારકો માટે ખુશ ખબર મળી શકે છે,કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્રારા વર્ષ 2019 થી વર્ષ 2020 માટે અંદાજે 6 કરોડ ખાતાધારકોના કર્મચારી ભવિષ્ય નિધિ  ખાતામાં આવનારી 1લી જાન્યુઆરી સુધીમાં નવા વર્ષથી તમારા ખાતામાં વ્યાજ જમા થઈ શકે છે.

આ  બાબતે સપ્ટેમ્બર મહિનામાં મળેલી બેઠકમાં EPFOએ વ્યાજને 8.15 ટકા અને 0.35 ટકાના બે હપ્તામાં જમા કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે શ્રમ મંત્રાલયએ ફાઇનાન્સ મિનિસ્ટ્રીને વર્ષ 2019-20 માટે EPFમાં એક વખતમાં 8.5 ટકાના વ્યાજનો પ્રસ્તાવ રજુ કર્યો છે.

ત્યારે હવે આ પ્રસ્તાવ પર ફાઇનાન્સ મિનિસ્ટ્રી  આશા સેવાઈ રહી છે કે જો આ પ્રસ્તાવ મંજુર થાય તો દરેક ખાતાધારકોને ફાયદો થઈ શકે છે, ત્યારે આજ મહિનાના અંતમાં વ્યાજ જમા કરવામાં આવશે તેવી શક્તાઓ સેવાઈ રહી છે.

સાહિન-