Site icon Revoi.in

અમદાવાદના જગન્નાથજીના મંદિરમાં ઊજવાયો ફુલડોલોત્સવ, ગુલાલ-કેસુડાના રંગે ભાવિકો ભીંજાયા

Social Share

અમદાવાદઃ ગુજરાતભરમાં હોળી અને ધૂળેટીનું પર્વ ભારે હર્ષોલ્લાસથી ઊજવવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાંધૂળેટીના પર્વની લોકોએ મન ભરીને ઊજવણી કરી હતી,. એકબીજા પર કલરો અને પાણીની છોળો ઉછાળીને ધુળેટી મનાવી હતી. શહેરના વિવિધ મંદિરોમાં પણ ધુળેટીના તહેવારની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી.  જેમાં શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાં પણ  ફૂલડોલોત્સવ ઊજવાયો હતો.જ્યારે વસ્ત્રાપુરમાં આવેલી કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે પણ ઊજવણી કરવામાં આવી હતી.

શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાં  ફૂલડોલોત્સવની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મહંત દ્વારા  ગુલાલ કલર કેસુડાના ફૂલોના પાણી છાંટીને ભાવિકોને ભીંજવી દીદા હતા. ભાવિક-ભક્તોએ જગન્નાથજીને પણ કલર અર્પણ કર્યા હતા. જ્યારે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવ્યા હતા. ગુલાલ તેમજ કલર ઉડાડી ને ધુળેટીના પર્વની  ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી.

ગુજરાતભરમાં  રંગોના તહેવાર એવા ધુળેટીની ઉજવણી  ગામેગામ કરવામાં આવી હતી. અમદાવાદમાં એસજી હાઇવે પર આવેલા કર્ણાવતી ક્લબમાં સવારથી જ  ધુળેટી રમવા માટે મોટી સંખ્યામાં નાના બાળકો, યુવતીઓ, મહિલાઓ અને પુરુષો ઉમટી પડ્યા હતા. રેઇન ડાન્સ કરી અને એકબીજાને કલર લગાવી લોકોએ એકબીજાને રંગીને ઉજવણી કરી હતી. નાના બાળકો માટે હોળી રમવા નાનો સ્વિમિંગ પૂલ પણ બનાવવામાં આવ્યો હતો જેમાં નાના બાળકો સ્વિમિંગ પુલમાં ધુબાકા મારી ધુળેટીની મજા માણી હતી. આ વર્ષે પણ લોકોએ સવારથી પાર્ટી પ્લોટ, કલબ, સોસાયટીમાં કલર અને પાણી વડે હોળીની ઉજવણી કરી હતી.