Site icon Revoi.in

રાજધાની કોરોનાના નવા સ્ટ્રેન સામે લડવા સંપૂર્ણ તૈયાર – દિલ્હી એરપોર્ટ પર એર સુવિધા પોર્ટલ શરુ

Social Share

દિલ્હી – કોરોનાના નવા સ્ટ્રેનને ધ્યાનમાં લઈને દિલ્હી એરપોર્ટ પર ફરીથી ખાસ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. વિદેશ યાત્રા અને વિદેશથી આવતા મુસાફરો માટે આરટી પીસીઆર ચેક જરૂરી બનશે.

સોમવારે મોડી રાત્રે 11:59 વાગ્યે ઉડાન ભરનારી ફ્લાઇટ્સ સહિત યુનાઇટેડ કિંગડમ, સાઉથ આફ્રિકા, યુરોપ, બ્રાઝિલની ફ્લાઇટ્સથી આવતૈ મુસાફરોને સ્ક્રીનીંગ કરવાની રહેશે. દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-થ્રી પર પણ વિસ્તૃત તૈયારીઓ કરવામાં આવી છે. આ માટે એર સુવિધા પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે.

ભારતના અન્ય કોઈ રાજ્યથી આવતા ફ્લાઇટસના મુસાફરો કે જેમણે વિદેશ જવુ હોય અથવા વિદેશથી આવતા લોકો કે જેમણે દિલ્હીથી અન્ય રાજ્યોમાં જવું હોય તો તેવા લોકોની ટર્મિનલ થ્રીમાં જ તપાસ કરવામાં આવશે. મુસાફરો માટે કોરોના પરીક્ષણ માટે એક ટેસ્ટ પેકેજ પણ શરૂ કરવામાં આવ્યું છે.

આથી વિશેષ કે યાત્રીઓ એ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અને ટેસ્ટ રિપોર્ટ નવી દિલ્હી એરપોર્ટ ડોટ કોમ પર અપલોડ કરવો પડશે. દિલ્હીથી બીજા રાજ્યોમાં જવા માટે વિદેશથી મુસાફરોએ 72 કલાકની અંદર આરટી પીસીઆર પરીક્ષણનો રિપોર્ચ અપલોડ કરવો પડશે.

સેલ્ફ ડિક્લેરેશન ભરવું તમામ આંતરરાષ્ટ્રીય આવનારા મુસાફરો માટે ફરજિયાત કરવામાં આવી છે. દિલ્હી એરપોર્ટ પર તપાસ રિપોર્ટ આપ્યા બાદ જ યાત્રી બહાર નીકળી શકશે. યુકે, યુરોપ અને દક્ષિણ આફ્રિકાની ફ્લાઇટ્સ પરના તમામ યાત્રીઓ ફરજિયાત આરટી પીસીઆર તપાસ કરવી પડશે.