Site icon Revoi.in

G20એ ભારતને વિશ્વ માટે અને વિશ્વને ભારત માટે તૈયાર કરવામાં યોગદાન આપ્યુઃ એસ.જયશંકર

Social Share

નવી દિલ્હીઃ દેશની રાજધાની નવી દિલ્હીમાં આયોજીત જી 20ની બેઠકમાં ઘોષણાપત્રને મંજુરી આપવામાં આવી છે. જેને લઈને ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરએ જણાવ્યું હતું કે, ખાદ્ય સુરક્ષા, પૌષણ અને પ્રોદ્યોગિકીની પરિવર્તનકારી ભૂમિકાને ધ્યાનમાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. એક ભાવી ગઠબંધન અંગે પણ વિસ્તારથી દર્શાવવામાં આવ્યું છે. જી20 ઘોષણાપત્રમાં પરિવર્તન, ડિજીટલ સાર્વજનિક બુનિયાદી જરુરીયાતને ધ્યાનમાં રાખવાની સાથે પ્રોદ્યોગિકી સમાવેશી ભૂમિકા ઉપર પ્રકાર પાડવામાં આવ્યો છે. જી 20એ ભારતને વિશ્વ માટે તૈયાર કરવા અને વિશ્વને ભારત માટે તૈયાર કરવામાં યોગદાન આપ્યું છે.

જી 20ને લઈને વિદેશ મંત્રી એસ.જયશંકરએ જણાવ્યું હતું કે, ગ્લોબલ સાઉથનો અવાજ વ્યક્ત કરવા માટે 125 દેશ સાથે ચર્ચા કરવામાં આવી છે. જી20 અસાધારણ, સામાજિક ભાગીદારી અને અમારી સંસ્કૃતિને પ્રદર્શિક કરવાનો મોકો છે. જેને ભારતને વિશ્વ માટે તૈયાર કર્યું છે. ઘોષણા મજબુક ટકાઉ સંતુલન પર કેન્દ્રિત છે, જેમાં હરિત વિકાસની ભાગીદારીની પરિકલ્પના કરાઈ છે. અમારા G20 પ્રમુખપદનો સંદેશ એ છે કે આપણે એક ધરતી છીએ, એક પરિવાર છીએ, આપણે એક ભાવિ શેર કરીએ છીએ. નેતાઓ દ્વારા સંમત થયેલી ઘોષણા સર્વસમાવેશક વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને પ્રગતિને વેગ આપવા માંગે છે. ભારતની અધ્યક્ષતામાં આયોજિત G-20માં 20 સભ્ય દેશો, 9 આમંત્રિત દેશો અને 14 આંતરરાષ્ટ્રીય સંગઠનોએ ભાગ લીધો હતો. અમારો ઉદ્દેશ્ય એ છે કે કોઈ દેશ પાછળ ન રહે અને વૈશ્વિક સમસ્યાઓના ઉકેલ પર ભાર મૂકવામાં આવે.

જી20 લીડર્સ ઘોષણા પત્રની સ્વીકૃતિ અંગે શેરપા અમિતાભ કાંતએ શાંતિ અને સમૃદ્ધિને આહવાન બતાવ્યું છે. તેમણે ટ્વીટર ઉપર કહ્યું છે કે, તમામ વિકાસાત્મક અને ભૂ-રાજનીતિક મુદ્દા ઉપર 100 ટકા સર્વસમ્મતિ સાથે ઐતિહાસિક અને પથપ્રદર્શક જી20 ઘોષણાપત્ર સ્વીકૃત થયું. જે આજની દુનિયામાં ગ્રહો, લોકોની વચ્ચે શાંતિ અને સમૃદ્ધિ માટે એક શક્તિશાલી આહ્વાન છે. દિલ્હીમાં આયોજીત જી20 સમિટમાં અમેરિકા અને બ્રિટને સહિતના દેશના વડાપ્રધાન-રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહ્યાં છે, તેમજ માનવ કલ્યાણને લઈને બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે.