Site icon Revoi.in

કાશ્મીરમાં જી 20ની બેઠકથી પાકિસ્તાનના પેટમાં રેડાયું તેલ, ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જવાબ આપી બોલતી કરી બંધ

Social Share

દિલ્હીઃ- ભારત આ વર્ષે જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સંદર્ભે દેશના 200 જેટલા શહેરોમાં જી 20ના અલગ અલગ જૂથની બેઠકો યોજાઈ રહી છએ જેમાં જમ્મુ કાશ્મીરમાં પણ આ બેઠક યોજાઈ રહી છે જો કે આ વાત ચીન અને પાકિસ્તાનને રાસ આવી નથી, પાકિસ્તાનને  આ બાબતથી પેટમાં દુખી રહ્યું છે.

પાકિસ્તાનને અનેક મુદ્દાઓને લઈને વાંધો ઉઠાવ્યો છે.યુએનમાં હંમેશા પાકિસ્તાન કાશ્મીરને લઈને વાંધો ઉઠાવતું આવ્યું છે જો કે પાકિસ્તાનની કોઈ સાંભળવા રાજી નથી ત્યારે હવે  લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ મંગળવારે શ્રીનગરમાં પ્રવાસન પર G20ની ત્રીજી કાર્યકારી જૂથની બેઠકમાં ભાગ લીધો હતો જેમા પાકિસ્તાનની બોલતી બંધ થી તેવો જવાબ તેમણે પાકિસ્તાનને આપ્યો હતો.

બેઠકમાં તેમણે જમ્મુ-કાશ્મીરની અશાંતિ માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું હતું અને કહ્યું હતું કે છેલ્લા ત્રીસ વર્ષમાં કાશ્મીરમાં આતંકવાદના સમયગાળા માટે પાકિસ્તાન જવાબદાર છે. પત્રકારો સાથે વાત કરતા મનોજ સિન્હાએ કહ્યું, “મને લાગે છે કે આપણા પાડોશી દેશે તેના લોકો માટે ભોજન અને પાયાની સુવિધાઓની વ્યવસ્થા કરવી જોઈએ. આપણે ત્યાંથી ખૂબ આગળ નીકળી ગયા છીએ. G20 અમારા માટે ગર્વની વાત છે.”

આ સહીત સિન્હાએ કહ્યું કે ત્રીજી ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠક બોલાવવાથી જોવામાં આવી રહ્યું છે કે જમ્મુ અને કાશ્મીર આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કરી શકે છે. તેમણે કહ્યું, “અમે કોઈપણ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટનું આયોજન કરવા સક્ષમ છીએ. જો કોઈ ખામીઓ હોય તો, અમને વારસામાં મળી છે. અમે ઝડપ પકડી લીધી છે, પરંતુ 70 વર્ષનો ખાલીપો ભરવામાં સમય લાગશે.”

આ સાથે જ અહીયા આવેલા મહેમાનોને લઈને તેમણે જણાવ્યું હતું કે અમે પ્રતિનિધિઓને ગુલમર્ગ લઈ જવા માંગતા હતા, પરંતુ કેટલાક કારણોસર આ વખતે તેમ કરી શક્યા નહીં.” ઉપરાજ્યપાલે કહ્યું કે જે લોકો હજુ પણ જવા માગે છે તેમને ઉત્તર કાશ્મીરના પ્રખ્યાત સ્કી રિસોર્ટમાં લઈ જવામાં આવશે.રાજ્યપાલે કહ્યું કે શ્રીનગરમાં આયોજિત બેઠક હાજરીની દ્રષ્ટિએ સૌથી મોટી છે. વર્કિંગ ગ્રુપની બેઠકમાં 27 દેશોના 59 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ , પાકિસ્તાનના વિદેશ મંત્રીએ દાવો કર્યો હતો કે ભારત કાશ્મીર ખીણમાં પ્રવાસન સંમેલનનું આયોજન કરીને તેના G20 પ્રમુખપદનો “દુરુપયોગ” કરી રહ્યું છે. પાકિસ્તાને એવો પણ દાવો કર્યો છે કે તેણે શ્રીનગરમાં યોજાયેલી G-20 બેઠક જીતી છે કારણ કે પાકિસ્તાનના મિત્રો સાઉદી અરેબિયા, ચીન અને તુર્કી આ બેઠકમાં ભાગ લઈ રહ્યા નથી.જો કે આ મામલે G-20ના મુખ્ય સંયોજક હર્ષ સિંગલાએ પણ ભારત વતી જવાબ આપ્યો. તેમણે કહ્યું કે પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીર વિશે બોલવાનો કોઈ અધિકાર નથી.