Site icon Revoi.in

ગાંધી અને સરદારના ગુજરાતમાં ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારનું શાસનઃ પરેશ ધાનાણી

Social Share

અમદાવાદ – ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના સિનિયર નેતા પરેશ ધાનાણીએ મોંઘવારી અને ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ સરકારને આડેહાથ લીધી હતી. ગાંધી અને સરદારના ગુજરાતમાં ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારનું શાસન હોવાનું જણાવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના જીવનો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરવા પહોંચેલા પરેશ ધાનાણીએ અનોખી રીતે સરકારનો વિરોધ કર્યો હતો. તેઓ સાઈકલ પર ખાતરની થેલી લઈને મતદાન કરવા પહોંચ્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, મોંઘવારીએ માઝા મૂકી છે અને રાંધણ ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે સરકાર શું કરે છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ગાંધી અને સરદારના ગુજરાતમાં ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારનું શાસન છે. મોંઘી વિજળી, મોંઘુ બિયારણ, મોંઘુ ખાતર અને ખેતપેદાશ પર કર અને તેમની જમીન ભૂ-માફિયા બથાવી રહ્યુ છે. મંદી મોંઘવારી અને બેરોજગારીને ટાળવા માટે ભાજપ જાકારો આપવો જરૂરી છે. ગુજરાતમાં મોંઘવારી છે, કૃષિ જગતમાં ખેડૂતનો દીકરો પરેશાન છે.